જામનગરમાંથી પિસ્તોલ-કારતૂસ સાથે એકને પકડી પાડતી એલસીબી

જામનગર તા. ૨૯ઃ જામનગરના ઢીંચડા રોડ પર વસવાટ કરતા એક પરપ્રાંતીય શખ્સને દેશી બનાવટની પિસ્તોલ તથા જીવંત કારતૂસ સાથે પકડી પાડ્યા છે. તેને મધ્યપ્રદેશના શખ્સે હથિયાર આપ્યાની કબુલાત આપી છે.

જામનગરમાં શનિવારે એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન પોકો અજયસિંહ, ભગીરથસિંહ, પ્રતાપ ખાચરને બાતમી મળી હતી કે ઢીંચડા રોડ પર આવેલી તિરૃપતી સોસાયટી-૨ સ્થિત એક શખ્સના મકાનમાં પિસ્તોલ પડી છે. તે બાતમીથી પીઆઈ એમ.જે. જલુને વાકેફ કરાયા પછી એલસીબીએ તિરૃપતી સોસાયટીમાં વસવાટ કરતા મૂળ મહારાષ્ટ્રના નાગપુર અને ત્યાંથી મધ્યપ્રદેશના છીંદવાડામાં રહેવા ચાલ્યા ગયેલા રીઝવાનખાન ઈસરારખાન પઠાણ નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનની તલાસી લેવાતા ત્યાંથી રૃા. અડધા લાખની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવંત કારતૂસ મળી આવ્યા હતાં. પિસ્તોલ, કારતૂસ અને એક મોબાઈલ સાથે રીઝવાનખાનની અટકાયત કરવામાં આવી છે. તેણે આ હથિયાર છીંદવાડાના પીપરીયા ગામના અબ્દુલ નામના શખ્સ આપી હોવાનું કબુલ્યુ છે. એએસઆઈ એસ.જી. વાળાએ ખુદ ફરિયાદી બની બન્ને સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ કાર્યવાહીમાં પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજીયા, સ્ટાફના, જયુભા ઝાલા, ભરતભાઈ પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડીયા, ફિરોઝભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, વનરાજ મકવાણા, મીતેશ પટેલ, અજયસિંહ ઝાલા, હરપાલસિંહ સોઢા, અશોક સોલંકી, નિર્મળસિંહ એસ. જાડેજા, નાનજીભાઈ પટેલ, સંજયસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, અશ્વીન ગંધા, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપ ખાચર, સુરેશ માલકીયા, હરદીપ ધાધલ, લક્ષ્મણ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit