આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનના નિયમોમાં છૂટ મળતા જિલ્લામાં રાહત

ખંભાળીયા તા. ૨૨ઃ ગુજરાત સરકારે ઓડ ઈવન પ્રમાણે દુકાન ખુલી રાખવાનું નક્કી કરતા દેવભૂમિ જિલ્લામાં ૫૦% ઉપરાંત બંધ દુકાનો રહેતા બજાર ખુલ્યા પછી હજુ બંધ જેવી સ્થિતિ જણાતી હતી. એકી-બેકીમાં એક સાથે અનેક સ્થળની દુકાનો ખાસ કરીને અનાજ કરિયાણું તથા અન્યની સ્થિતિ ક્યાંય ન મળે અને દૂર લેવા જવું પડે તેવી સ્થિતિ થઈ હતી. રાજ્ય સરકારે તેમાં સુધારો કરીને ઓડ ઈવનના નિયમમાંથી આવશ્યક વસ્તુઓને છૂટ આપતા લોકોમાં રાહત થઈ છે.

અનાજ -કરિયાણું, દૂધ ડેરી તથા શાકભાજી, ફ્રૂટ વિગેરેની આવશ્યક વસ્તુઓ હવેથી દરરોજ મળી શકશે.

close
Ank Bandh
close
PPE Kit