જામનગરમાં જ્વેલર્સ દ્વારા ઉત્તરાયણ પર્વે ગ્રાહકોને પતંગ વિતરણ કરાશે

જામનગર તા. ૧૩ઃ જામનગરની સૂર્વણાલંકાર વિક્રેતા પેઢી 'નવનીત જ્વેલ્સ એન્ડ જ્વેલર્સ' દ્વારા સ્થાપના વર્ષની સદી તરફ આગેકૂચ કરી રહી છે, ત્યારે ૯૫મા વર્ષથી સતત વર્ષમાં આવતા તમામ તહેવારોની જાહેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિતેલા વર્ષમાં 'નવનીત' દ્વારા ઈન્દિરા માર્ગ ઉપર આવેલા તેમના નવ્ય-ભવ્ય-દિવ્ય એવા અલ્ટ્રામોર્ડન જ્વેલરી મોલમાં નવરાત્રિ, દિવાળી, પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્યદિન, વસંત પંચમી, ધૂળેટી, નાતાલ, ગાંધીજયંતી, જન્માષ્ટમી સહિતના વિવિધ પર્વની ગ્રાહકો તેમજ જાહેર નાગરિકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ગત વર્ષે મકરસંક્રાતિના તહેવાર નિમિત્તે પચ્ચીસ હજારથી પણ વધુ પતંગ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અખબાર વિક્રેતાના સહયોગથી ગામેગામ વિતરણ કરાયા હતા.

માર્ચ ૨૦૨૦થી કોરોના કાળ શરૃ થતા જ 'નવનીત' દ્વારા હજારોથી સંખ્યામાં માસ્ક, સેનેટાઈઝરની પોકેટ બોટલોનું ગ્રાહક વર્ગને વિતરણ કર્યું હતું.  જુદા-જુદા તબક્કે કોરોના હોસ્પિટલની સેવાઓને યથોચિત બિરદાવી હતી.

કોરોના અનલોક દરમિયાન પણ પેઢીના બંને શોરૃમમાં સોશ્યિલ ડિસ્ટન્સ બરકરાર રાખી ગ્રાહક સેવા ઉપરાંત પર્વની ઉજવણી પણ હાથ ધરાઈ હતી. આવતીકાલ ગુરૃવારે મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પર્વ પ્રસંગે પણ તેના દ્વારા ગ્રાહક વર્ગને પતંગ વિતરણ કરવામાં આવનાર છે. તેમજ તે નિમિત્તે ઈન્દિરા માર્ગ અને ચાંદી બજારના આવેલા 'નવનીત'ના બંને શો રૃમ આખો દિવસ ખુલ્લા રહેશે.

close
Ank Bandh 26 January
close
PPE Kit