Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।. ૭૫,૯૫૦ નો દંડ વસુલાયો
જામનગર તા. ૫: જામનગરમાં પાણીનો વેડફાટ કરનારાઓ સામે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં કુલ રૂ।. ૭૫,૯૫૦નો દંડ વસુલાયો છે. અને ૧૮ વોટર કનેકશનો કાપી નખાયા છે.
જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરમાં કિંમતી જળસંપત્તિનો બગાડ અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તથા ઉચ્ચ અધિકારી ઓન માર્ગદર્શન હેઠળ વોટર વર્કસ શાખા દ્વાર સઘન ચેકિંગ અને શિક્ષાત્મક કાર્યવાહી ચાલી રહી છે. જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણીનો વેડફાટ કરતા લોકો સામે દંડકીય પગલાં લેવામાં આવ્યા છે.
ઝુંબેશની શરૂઆતથી આજદિન સુધીમાં, મહાનગરપાલિકા દ્વારા કુલ ૬૬૩ આસામીઓને પાણી વેડફાટ અંગે નોટિસ આપવામાં આવી છે. કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૫,૯૫૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વારંવાર તાકીદ કરવા છતાં પાણીનો બગાડ કરતા હોય તેવા કુલ ૧૮ આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
પાણી વેડફાટ અટકાવવાની ઝુંબેશ અંતર્ગત શહેરના ૧૩ ઝોનમાં નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ગોકુલ નગર ઝોનમાં ૧૪૩, સમર્પણમાં ૮૮, ગુલાબનગરમાં ૮૩, રવિ પાર્કમાં ૭૩, જામનું ડેરુ/પાબારી ઝોનમાં ૫૦, શંકર ટેકરી અને મહાપ્રભુજી બેઠક ઝોનમાં ૪૧-૪૧, રણજીતનગર અને જ્ઞાનગંગા ઝોનમાં ૩૩-૩૩, સોલેરિયમ અને નવાગામ ઝોનમાં ૨૩-૨૩ તેમજ બેડી અને પવનચક્કી ઝોનમાં ૧૬-૧૬ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આમ, મહાનગરપાલિકા દ્વારા કુલ મળીને ૬૬૩ લોકોને પાણીના બગાડ સબબ નોટિસ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial