| | |

સાંકડા પુલીયા પર સામેથી આવતી બસ જોઈ ગભરાયેલા સ્કૂટરચાલકનો અકસ્માતમાં ભોગ

જામનગર તા. ૯ઃ દ્વારકા તાલુકાના લાડવા ગામ પાસેના સાંકડા પુલીયા પરથી પસાર થતા દ્વારકાના એક વૃદ્ધ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા છે. તેઓનું ટુંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના સંબંધીની ફરિયાદ પરથી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દ્વારકાના બિરલા પ્લોટમાં રહેતા અરજણભાઈ પાલાભાઈ રાઠોડ (ઉ.વ. ૭૦) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાના નવાનકોર પ્લેઝર સ્કૂટર પર દ્વારકાથી વરવાળા તરફ ગયા હતાં જ્યાં તેઓ ત્રણેક વાગ્યે બપોરે પરત આવવા માટે નીકળ્યા હતાં.

આ વૃદ્ધ જ્યારે લાડવા ગામના પાટીયા પાસે આવેલા સાંકડા પુલીયા પર પહોંચ્યા ત્યારે સામેથી આવતી એક બસના ચાલકે પુલીયા પરથી પસાર થઈ જવા માટે ઉતાવળ કરી હોર્ન વગાડતા અરજણભાઈ ગભરાયા હતાં. તેઓએ સ્કૂટર પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના પગલે તેઓ પડી ગયા હતાં. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાથી અરજણભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે સાંંજે મૃત્યુ નિપજ્યું છે. વરવાળાના જેન્તિભાઈ જેઠુભાઈ પ્રજાપતિએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ વૃદ્ધ ગભરાઈ જવાથી પડી ગયા અથવા કોઈ વાહનની ઠોકર લાગતા ફંગોળાઈ જઈ ગંભીર ઈજા પામ્યા પછી મૃત્યુ પામ્યાનું નોંધી તપાસ હાથ ધરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit