Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ીજીવીસીએલની જેમ વ્હોટ્સએપ સર્વિસ જરૂરી
જામનગર તા. રઃ જામનગરમાં એસ.ટી. બસ ડેપોની જગ્યાએ સુમેર ક્લબ રોડ પર નવું બસપોર્ટ બની રહ્યું હોવાથી કામ ચલાઉ બસ ડેપો પ્રદર્શન ગ્રાઉન્ડ પર ચાલી રહ્યું છે. એસ.ટી. ડેપોમાં લેન્ડલાઈન નંબર દ્વારા લોકો બસોની આવન-જાવન વિગેરે માટે પૂછપરછ કરી શકે છે, પરંતુ બદલેલા યુગમાં હવે બીએસએનએલના લેન્ડલાઈનના ફોન ઉપરાંત એકથી વધુ મોબાઈલ સેલ નંબર પણ એસ.ટી. ડેપો દ્વારા જાહેર થવા જોઈએ, જેના દ્વારા પૂછપરછ તથા કમ્પ્લેઈનની સુવિધા મુસાફરોને મળી શકે. લોકોને પણ એવી સુવિધા મળવી જોઈએ, જેમાં વ્હોટ્સએપ દ્વારા પણ જરૂરી માહિતી મેળવી શકાય અને એડવાન્સ બુકીંગ જેવી સુવિધાઓને વધુ અદ્યત્તન બનાવી શકાય.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) પણ ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત છે, અને એસ.ટી. કોર્પોરેશન પણ રાજય સરકારના તાબા હેઠળ કામ કરે છે, જો પીજીવીસીએલ મોબાઈલ સેલફોન, લેન્ડલાઈન નંબર તથા વ્હોટ્સએપ જેવી પબ્લિક સુવિધાઓ ઈન્કવાયરી અને કમ્પ્લેઈન તથા ઈન્ફર્મેશન માટે આપતી હોય, તો એસ.ટી. કોર્પોરેશન કેમ ન આપી શકે ?
એક તરફ અદ્યત્તન બસપોર્ટ બનાવવાનો હાઈટેક અભિગમ અપનાવવો અને બસ, રેલવે સ્ટેશનો પર પબ્લિક વાઈ-ફાઈ જેવી સગવડોની દિશામાં આગળ વધવુ અને બીજી તરફ બાબા આદમના સમયથી ચાલી આવતી લેન્ડલાઈન ઈન્કવાયરીની સિસ્ટમ ચલાવવી, તે પણ વિરોધાભાસી અભિગમ જ ગણાય ને...?
એસ.ટી. ડેપોમાં લેન્ડલાઈનનો ઈન્કવાયરી ફોન નંબર પણ એક જ હોવાથી સતત એન્ગેજ આવે અને જ્યોર બગડી જાય ત્યારે સેવા બંધ ! આવું કેમ ચાલે ?
આ માત્ર જામનગર બસ ડેપોની સમસ્યા નથી, પરંતુ આ રાજ્યવ્યાપી સમસ્યા મોટાભાગના સ્થળોએ છે, એસ.ટી. ડેપો દ્વારા એકથી વધુ લેન્ડલાઈન ફોન નંબરો ઉપરાંત મોબાઈલ સાથે પબ્લિક ઈન્વાયરી તથા કમ્પ્લેઈન માટે અલાયદી વ્હોટ્સએપની સુવિધા અપાય, તો જ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે. માત્ર વાતોના વડા કરવાથી નહીં ચાલે.
આ મુદ્દો વિરોધપક્ષોએ પણ ઉપાડવો જોઈએ અને શાસકપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા યોગ્ય સ્તરે રજૂઆત થવી જોઈએ.
જામનગરમાં હમણાંથી ઝડપથી વિસ્તરી રહેલી સિટી બસ સેવા માટે તો ઈન્કવાયરી મોબાઈલ ફોન નંબરો તથા વ્હોટ્સએપની સુવિધા ઊભી કરવાની તાતી જરૂર છે, સિટી બસોના ટાઈમટેબલના હજુ ઠેકાણા નથી, અને સ્ટોપના બોર્ડ પણ ઊભા થયા નથી, બસમાં રૂટના સ્ક્રોલીંગ પણ યોગ્ય રીતે જણાવાતા નથી તથા રૂટ નંબર વાઈઝ તમામ સ્ટોપની જાણકારી પણ લોકોને નથી.
જેજેએમએફ દ્વારા જે એપ્લિકેશન લોન્ચ કરાય અને અપડેટ કરાઈ, તેમાં જણાવેલા રૂટ, સ્ટોપ અને ટાઈમીંગ સોથ વાસ્તવમાં ચાલતા બસરૂટો તથા ટાઈમીંગ સુસંગત જણાતા નથી, બસના ઉપડવાના સ્થળ અને અંતિમ સ્થળનું સ્ક્રોલીંગ પુરતુ નથી, રસ્તામાં આવતા સ્થળો પણ વંચાવા જોઈએ, કારણ કે હજુ માત્ર નંબરના આધારે રૂટ કે સ્ટોપની ખબર પડે તેવી રીતે નગરની જનતા પણ ટેવાયેલી નથી, અને ફાઉન્ડેશન પણ હજુ પુરતી સંતોષકારક વ્યવસ્થા ગોઠવી શક્યું નથી.
ઈ-સિટીબસોના સ્ટાફને પણી વર્તન-વિવેક અને પ્રોફેશનલ ટ્રેનીંગની જરૂર છે. સિટી બસ દૂરથી આવે અને હજુ બસ નંબર કે રૂટનું નામ વંચાય પણ નહાીં, ત્યાં બસ પસાર થઈ જાય, રસ્તા પર ઉભેલા કે હાથ ઉંચો કરતા મુસાફરો તરફ કન્ડક્ટરનું ધ્યાન પણ હોય નહીં, અને મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાને મોઢુ રાખેલું હોય, તેવા દૃશ્યો પણ લોકોને કેટલાક બસરૂટ પર જોવા મળતા હોવાની ચર્ચા થતી હોય છે. આ ઉપરાંત ડ્રાઈવર-કંટક્ટર દ્વારા કેટલાક રૂટ પર બસો સડસડાટ દોડવીને રૂટ પૂરો કરવાની માનસિકતા જોવા મળતી હોય છે. હકીકતે સડક પર ધ્યાન રાખીને જ્યાંથી મળે ત્યાથી પેસેન્જર બેસાડવાનો, દરેક મહત્ત્વના સર્કલો પર એકાદ મિનીટ બસ થોભાવવાનો તથા લોકોને વિવેકપૂર્વક જવાબ આપવાનો અભિગમ રાખવ તાલીમ આપવાની જરૂર છે, અને તેવું નહીં કરે તો ટ્રાફિકના અભાવે નોકરી જોખમમાં મુકાય, તેવી સંભાવના હોવાનું ભાન કરાવવું પણ જરૂરી છે, કારણ કે, કેટલાક કર્મચારીઓની માનસિકતા એવી હોય છે કે, આપણે તો પગાર મળે છે ને, ટ્રાફિક નહીં થાય અને ખોટ તો સંચાલકોને જશે, તો મહાનગરપાલિકા ભરશે, આપણે શું...?
જો કે, આ પ્રકારના અપવાદોથી વિપરીત સિટી બસોના ઘણા બધા રૂટ પર ખૂબ જ વિવેકી ડ્રાઈવર - કંડક્ટરો દરેક સ્ટોપ પર તો બસ ઊભી રાખીને દરવાજો ખોલે છે, અને નજીકના મુસાફરોને આકર્ષક બસના અંતિમ સ્થળ ઉપરાંત રૂટના અન્ય સ્થળ મુજબ સ્ટોપના નામો જોરથી પોકારે છે, આ કારણે ઘણાં એવા ઈ-સિટી બસ રૂટો પણ છે, જેમાં બસોમાં ભરચક ટ્રાફિક થાય છે. વધુ ટ્રાફિક મેળવનારા તથા નવા રૂટો શરૂ થયા છે, તેવા ક્રમશઃ ટ્રાફિક વધારનારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની યોજના પણ ફાઉન્ડેશને અમલમાં મુકવી જોઈએ, તેવા લોક પ્રત્યાઘાતો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial