જામનગર જિલ્લાના પેન્શનરો જોગ

જામનગર તા. ૧ઃ જિલ્લા તિજોરી કચેરી, જામનગર તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી આઈઆરએલએસ સ્કીમ હેઠળ (બેક મારફત) ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા જામનગર જિલ્લાના તમામ પેન્શનરોએ માહે જૂન-જુલાઈ તથા ઓગસ્ટ ર૦ર૧ દરમિયાન સંબંધિત બેંકમાં હયાતી ખરાઈ કરવા માટે જવાનું રહેશે અને હયાતી ખરાઈ અંગેના ફોર્મમાં દરેક પેન્શનરોએ પોતાના નમૂના મુજબની સહી કરવાની રહેશે. લાગુ પડતા કિસ્સામાં ફેમિલી પેન્શનરોએ લગ્ન/પૂનઃલગ્ન અને ફરી સરકારી નોકરીમાં જોડાયેલ તેવા પેન્શનરોએ એમ્પ્લોઈડ/રિએમ્પ્લોઈડના ફોર્મમાં પણ સહી કરવાની રહેશે. વધુમાં દ્ઘીીદૃટ્ઠહૅટ્ઠિદ્બટ્ઠટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ પર લોગ ઈન કરીને પણ પેન્શનરો હયાતીની ખરાઈ કરાવી શકશે. જેથી દરેક પેન્શનરોએ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit