જામનગરમાં કોરોનાએ લીધો વધુ ૧૧ નો ભોગઃ વધુ ૧ર૦ લોકોને સંક્રમણ

જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ સંક્રમિત થતા જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળઃ

જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય હકુભા જાડેજા કોરોનાની સારવાર લઈ સાજા થયા, ત્યાં બીજા ધારાસભ્યને સકંજામાં લેતો કોરોના

જામનગર તા. ૧પઃ જામનગરમાં કોરોના વાઈરસએ ડેરા-તંબુ તાણ્યા હોય તેમ કેસો ઓછા થતા જ નથી, તો બીજી તરફ મોતનું પણ તાંડવ થઈ રહ્યું છે. આજે બપોર સુધીમાં વધુ અગીયાર દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં, જો કે તંત્રએ સત્તાવાર રીતે માત્ર બે દર્દીઓના મૃત્યુની જ જાહેરાત કરી છે. જામનગરમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ દરરોજ વધી રહી છે, જે સારી બાબત ગણાવી શકાય.

વૈશ્વિક મહામારી કોરોનાએ જામનગરમાં ડેરા-તંબુ તાણ્યા હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી દરરોજ એકસોથી વધુ લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે. ગઈકાલે પણ શહેરી વિસ્તારના ૧૦૧ અને ગ્રામ્ય વિસ્તારના ૧૯ મળી જિલ્લામાં કુલ ૧ર૦ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યા હતાં.

તો મૃત્યુનો આંક પણ દરરોજ ઊંચો જળવાઈ રહ્યો છે. આજ બપોર સુધીમાં વધુ ૧૧ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતાં, જો કે સત્તાવાર રીતે બે દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર થયું છે.

હોસ્પિટલમાં દર્દીઓના સાજા થવાનો રિકવરી રેટ પણ સારો છે. ગઈકાલે પણ ૧ર૯ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારના ૧૦ર અને ગ્રામ્ય વિસ્તારના ર૭ દર્દીઓનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લામાં હાલ ર૪, એક્ટિવ કેસ છે. જેમાં શહેરના ૧૮૬ અને ગ્રામ્યના અઠાવન દર્દીઓનો સમાવેશ થાય છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૧,ર૭,૭૪૦ લોકોના સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.

જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત બન્યા છે. આમ જિલ્લાના ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પછી બીજા ધારાસભ્ય કોરોના સંક્રમિત બન્યા છે. રાઘવજીભાઈ પટેલ હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જામનગરમાં રહેતા પાંડવ રાજેશભાઈ મંગુભાઈ (ઉ.વ. ૪૧), (પ-કૃષ્ણનગર) નું કોરોનાના કારણે મૃત્યુ થયું ન હતું. શરતચૂકથી તેમનું નામ કોરોનામાં મૃત્યુ કેસમાં લખાયું હતું.

close
Ank Bandh
close
PPE Kit