વાઈરસ ઉતરતા ક્રમે યથાવત્ઃ
જામનગર તા. ર૩ઃ જામનગરમાં કોરોના વાઈરસ ઘટતા દરે યથાવત્ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. ગઈકાલે નવા નવ કેસ નોંધાયા હતાં.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું. કોવિડ-નોનકોવિડનો કુલ મૃત્યુ આંક ૧૦પરનો થયો છે.
જામનગર શહેરમાં ગઈકાલે સાત પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક ૭૮૮૦ નો અને ગ્રામ્યમાં બે કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક ર૩૮૮ નો થયો છે. શહેર વિસ્તારના ૧૦ અને ગ્રામ્ય વિસ્તારના ૩ મળી કુલ ૧૩ દર્દીઓ કોરોનાયુક્ત થયા હતાં.
જામનગર જિલ્લામાં કુલ ૩,૯૯,૩૭૮ લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારના ર,ર૧,૧૯૮ અને ગ્રામ્ય વિસ્તારના ૧,૩૮,ર૮૦ લોકોનો સમાવેશ થાય છે.