લોકસભામાં રાજનાથસિંહ ચીન અંગે આપી શકે છે નિવેદન

ગઈકાલે પ્રશ્નકાળના મુદ્દે હોબાળા પછી રાજ્યસભાના વાઈસ સ્પીકર ચૂંટાયાઃ સંસદના ચોમાસું સત્રનો આજે બીજો દિવસઃ

નવી દિલ્હી તા. ૧પઃ કોરોનાને લઈને ગાઈડલાઈન્સ મુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાય, તે હેતુથી સંસદના ચોમાસું સત્રમાં રાજ્યસભા સવારે અને લોકસભા બપોરે ચાલી રહી છે. આજે લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહ ચીનના મુદ્દે નિવેદન આપી શકે છે, જ્યારે બન્ને ગૃહોમાં વિપક્ષો વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના મૂડમાં જણાય છે.

કોરોનાની વચ્ચે સંસદના પહેલા સત્ર (મોન્સુન) નો આજે બીજો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથસિંહ ચીન સાથેના સીમા વિવાદના મુદ્દા પર આજે લોકસભામાં નિવેદન આપી શકે છે. વિપક્ષ આ મામલામાં ચર્ચાની માંગ કરી રહ્યું છે. લદ્દાખમાં ચીનનો સામનો કરવાની રીત, કોરોનાની સ્થિતિ, અર્થવ્યવસ્થામાં ઘટાડો અને બેરોજગારીના મુદ્દાઓ પર વિપક્ષો સરકારને ઘેરવાની કોશિશ કરશે.

લોકસભાની કાર્યવાહી આજે બપોર પછી ૩ વાગ્યાથી શરૃ થશે અને સાંજે ૭ વાગ્યા સુધી ચાલશે. આ પહેલા સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી રાજ્યસભા ચાલશે. સત્રના પ્રથમ દિવસે એટલે કે સોમવારે રાજ્યસભા પ્રથમ શિફ્ટમાં, જ્યારે લોકસભા બીજી શિફ્ટમાં ચાલતી હતી.

સત્ર શરૃ થતાં પહેલા રવિવારે થયેલી સંસદની બિઝનેસ એડવાઈઝરી કમિટી (બીએસી) ની પ્રથમ બેઠકમાં કોંગ્રેસ સહિત બીજા વિપક્ષોએ ચીન અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી હતી, જો કે લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ એના માટે કોઈ સમય નક્કી કર્યો નથી. આજે બપોર પછી ફરીથી બીએસીની મિટિંગ થશે. એમાં મોન્સુન સત્રના પહેલા સપ્તાહના શિડ્યૂલ પર ચર્ચા કરવામાં આવશે.

સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે ગઈકાલે લોકસભામાં પ્રશ્નકાળ ન કરાતા ગૃહમાં હોબાળો મચી ગયો. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ તેને ગોલ્ડન અવર્સ જણાવતા કહ્યું કે, સરકાર લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આટલા બધા લોકો ગૃહમાં ભેગા થઈ શકે તો પ્રશ્ન પૂછવામાં કોરોના ક્યાં વચ્ચે આવે છે? તેમણે કહ્યું કે, પ્રશ્નકાળમાં સાંસદ જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે છે, તેને રદ્ કરવો ખોટું છે. જેના જવાબમાં સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યું કે, સરકાર કોઈ ચર્ચા કે સવાલનો જવાબ આપવાથી પાછળ નથી ખસીર રહી. છેલ્લા પાંચ વર્ષમાં પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભાનો ૬૦ ટકા અને લોકસભાનો ૪૦ ટકા સમય વ્યર્થ ગયો છે.

કોરોના મહામારીના પગલે માર્ચમાં લાગુ કરાયેલા લોકડાઉન પછી લાખો મજૂરોના ઘરે પરત ફરતી વખતે જ મોત થયા હતાં. હવે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેને એ વાતનો ખ્યાલ નથી કે લોકડાઉન દરમિયાન કેટલા મજૂરોએ જીવ ગુમાવ્યો. કોરોનાકાળમાં સંસદના પ્રથમ સત્રમાં જ સરકારે એ વાતનો સ્વીકાર કર્યો કે પ્રવાસી મજૂરોના મોતનો કોઈ આંકડો નથી. નવા સભ્યોના શપથ પછી વાઈસ સ્પીકરની ચૂંટણી થઈ. જેમાં એનડીએના હરિવંશની ધ્વનિમતથી ચૂંટાયા. તેમની સામે યુપીએના રાજદ નેતા મનોજ ઝા ઉમેદવાર હતાં.

સત્ર પહેલા લોકસભાના ૧૭ સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં મીનાક્ષી લેખી સહિત ૧ર સાંસદ ભાજપના છે. સૂત્રોએ જણાવ્યું કે, લગભગ ૩૦ સાંસદોને કોરોના છે. આ સિવાય સંસદના પ૦ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત છે.

close
Ank Bandh
close
PPE Kit