૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની ગરિમાને ખંડિત કરતા ડિજિટલ મીડિયાને ચેકમેટ

જામનગર તા. ૩ઃ શ્રી બટુકભાઈ ખંઢેરિયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગરની મહિલા સંસ્થાઓ દ્વારા મહિલાઓને ખોટી રીતે પ્રદર્શીત કરતી તથા કુટુંબના સભ્યો સાથે ન જોઈ શકાય તેવી અસંસ્કારી એડવર્ટાઈઝને લાલબત્તી ધરવા તારીખ ૭ માર્ચ ને રવિવારના એક વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આવી જાહેરાતોનો વીડિયો ઉતારી તેમાં આપને શું અયોગ્ય લાગ્યું અથવા તો તેમાં શું સુધાર લાવી શકાય તે સૂચવતો એક મિનિટનો પોતાનો વીડિયો બનાવી તારીખ પાંચ માર્ચના સાંજે પાંચ વાગ્યા સુધીમાં પ્રોજેક્ટ ડીરેક્ટર ન્યુ ડીવાઈન લેડીઝ ક્લબના પ્રમુખ ચેતનાબેન માણેક (૯૭૩૭ર ૦૦૭૬પ) તથા સખી ક્લબ-ર ના પ્રમુખ અનસુયાબેન કનખરા (૯૪ર૯૮ ૦પપ૯૧) ના વોટ્સએપ નંબર પર પહોંચાડવાના રહેશે. તે પછીની એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં. નિર્ણાયકો દ્વારા આ વીડિયોઝનું બારિકીથી નિરીક્ષણ કર્યા પછી પ્રથમ ત્રણ નંબર આપી અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિજયી મહિલા કોર્પોરેટરોને વિવિધ મહિલા સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવશે. 'પ્રસાર માધ્યમને લગતા કાયદાની જાણકારી' જાણીતા  એડવોકેટ કલ્પના વ્યાસ તથા કિરણ શેઠની જુગલબંધીનું આયોજન કરેલ છે.

આજનું યુવાધન આવી લોભામણી જાહેરાતોથી પ્રેરિત થઈ દિશાહીન થઈ આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યું છે, તો આપણે સૌ સાથે મળીને આ ઝુંબેશ ચલાવીએ., આપણી લાગણી નિર્માતાઓ સુધી પહોંચાડીએ અને આવી જાહેરાતોને રોકવાનો પ્રયત્ન કરીએ જેથી સુશિક્ષિત તથા સંસ્કારી સમાજનું ઘડતર કરી શકાય.

close
Ank Bandh 29 March
close
PPE Kit