રણજીતનગર વેપારી મંડળ દ્વારા ગૌમાતા માટે પૌષ્ટિક લાડુની કીટઃ દાતાઓને લાભ લેવા અપીલ

જામનગર તા. ૧૩ઃ જામનગરના રણજીતનગર વેપારી મંડળ દ્વારા દર મંગળવારે અને શનિવારે રાત્રે ગૌમાતા માટે પૌષ્ટિક લાડુની કીટ બનાવવામાં આવે છે. આ કીટ રૃા. ૬૨પ માં દાતાઓને મળી શકે છે.

આ સેવા કાર્યમાં સ્વ. રમેશભાઈ છગનલાલ કારિયાના સ્મરણાર્થે, સ્વ. ઓનીબેન વેકરિયાની પુણ્યતિથિ નિમિત્તે, સ્વ. હંસાબેન હેમંતલાલ સોમૈયાના સ્મરણાર્થે સોમૈયા પરિવાર, જ્યોતિબેન અનડકટ, જયાબેન, પ્રવિણાબેન ખગ્રામ, રૃદ્ર વડાલિયા, દિલીપભાઈ સોલંકી, જશુભા જાડેજા, સોનલ ગગલાણી, ભરતભાઈ તન્ના, રોટ્રેક ક્લબ હસ્તેઃ નિલ ચોટાઈ, સંમકિત દોઢિયા તરફથી ગાયના લાડુ, પક્ષીના ચણ તથા કૂતરાઓ માટેના બીસ્કિટ સહીતની કીટનો લાભ લેવામાં આવ્યો હતો. કીટ નોંધાવવા માટે મુકેશભાઈ લાખાણી, રઘુવીર વાસણ ભંડાર, રઘુવીર સોસાયટી (૯૪ર૭૯ ૪૪૬૬પ) નો સંપર્ક કરવો.

close
Ank Bandh 26 January
close
PPE Kit