Advertisement
Author: નોબત સમાચાર

સલાયા નજીક ગોઈંજ પાસે છરી બતાવી ચુડેશ્વરના યુવાનને એક શખ્સે લૂંટ ચલાવી

પાકીટમાં રૂ।.ર હજારની રોકડ, ઝેરોક્ષ હતીઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૫: ખંભાળિયાના ચુડેશ્વર ગામમાં રહેતા એક ખેડૂત મંગળવારે સાંજે પોતાના બાઈક પર સલાયાથી ચુડેશ્વર જતા હતા ત્યારે રસ્તામાં ગોઈંજ ગામ રોડ પર સલાયાના એક શખ્સે તેઓને રોકી છરી બતાવી રૂ।.ર હજારની રોકડવાળા પાકીટની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના ચુડેશ્વર ગામમાં રહેતા હરદીપસિંહ કાળુભા જેઠવા (ઉ.વ.ર૮) નામના ખેડૂત મંગળવારે સાંજે સાડા ચારેક વાગ્યે જીજે-૩૭-એલ ૭૮૫૪ નંબરના મોટરસાયકલમાં સલાયાથી નીકળીને ચુડેશ્વર જવા માટે રવાના થયા હતા.

આ યુવાન જ્યારે ગોઈંજ રોડ પર પહોંચ્યા ત્યારે સલાયાના એજાઝ રઝાક સંઘાર નામના શખ્સે તેઓને રોકી લીધા હતા. આ શખ્સે છરી બતાવી ફડાકો ઝીંકવા ઉપરાંત હરદીપસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાંથી પાકીટ ઝૂંટવી લીધુ હતું જેમાં રૂ।.ર હજાર રોકડા તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ પણ હતી.

ત્યારપછી આ શખ્સ નાસી જતા હરદીપસિંહે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી એજાઝ રઝાક સંઘારની શોધ શરૂ કરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh