જામનગરમાં મિલકતવેરો બાકી હોય તેવા રપ આસામીઓની મિલકતો જપ્ત

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા તા. ૩૧-૩-ર૦૧૯ સુધીનો મિલકત વેરો ન ભરનાર મિલકતધારકોને નિયમાનુસાર વોરંટ તથા અનુસુચિની બજવણી તેમજ વારંવાર રૃબરૃ જણાવવા છતાં પણ મિલકત વેરો ન ભરનાર રપ બાકીદારોની મિલકતોને જપ્તીમાં લેવામાં આવી છે.

જે અંતર્ગત મયુરનગર, ઈન્દિરા કોલોની પાસે, એરફોર્સ રોડ પર આવેલ જીતુભાઈ સૂંદ્રાની (રૃા. પ૭,૩પ૧ બાકી વેરો), મિલ્કત, ગ્રેઈન માર્કેટ, મનમોહન માર્કેટમાં વી.બી. પૂંજાણી એજન્સીઝ (રૃા. ૩૬,૮૭૨ બાકી વેરો), મયુરનગર, ઈન્દિરા કોલોની પાસે, આવેલ લખમણ ડી. કંડોરીયાની (રૃા. ૩પ,૭૮૩ બાકી વેરો), નિલમણી એપાર્ટમેન્ટ - પટેલ કોલોનીમાં આવેલ પ્રોગ્રેસીવ એકસ્ટ્રેશન એન્ડ એક્સપોર્ટસ લિ. (રૃા. ૩૪,૭૪૯ બાકી વેરો), મયુરનગર, ઈન્દિરા કોલોની પાસે એરફોર્સ રોડ પર  આવેલ ભીખુભાઈ એન. તોમર (રૃા. ૩૩,૩૩૭ બાકી વેરો) ની મિલકત, માધવ બાગ, આર્યસમાજ વાડીની પાછળ, ગુલાબનગરમાં શૈલેષભાઈ કાનાભાઈ મકવાણાની (રૃા. ર૮,૭૬૧ બાકી વેરો) મિલકત, ગ્રેઈન માર્કેટ - ભારત ચેમ્બરમાં એન્જોય આર્ટ (ભાડુઆત) ધરમશી અમૃતલાલ (રૃા. રપ,૮પ૮નો બાકી વેરો) ની મિલકત, પ૮ દિ.પ્લોટમાં દિપકભાઈ જૈન (ભાડુઆત), ભગવાનજી કરશન નંદા (રૃા. રપ,પ૬ર નો બાકી વેરો) ની મિલકત, પટેલ એસ્ટેટ, ઉદ્યોગનગરમાં કરમશી ઠાકરશી પટેલ (રૃા. રપ,૩૭૦ નો બાકી વેરો) ની મિલકત, ગુજરાત હાઉસીંગ બોર્ડ - રણજીતસાગર રોડ, (કેર ઓફ ગોપનાણી રમીલાબેન સી.), ધીરેન્દ્રભાઈ મહેતા (ભાડુઆત) (રૃા. રર,૭૪૯) ની મિલકત, મોમાઈનગર, ગાંધીનગરમાં કાંતાબેન ગોરધનદાસ (કેરઓફ, શૈલેન્દ્રસિંહ એન. જાડેજા) (રૃા. ર૧,૩૬૧ નો બાકી વેરો), નવાનગર શેરી નં. ૧ માં હમીર ઘેલાભાઈ (રૃા. ર૧,૩૧૭ નો બાકી વેરો) ની મિલકત, ૪-મોમાઈનગર બસસ્ટેન્ડ સામે, ગાંધીનગરમાં લીલાબા પી. રાઠોડ (રૃા. ર૦,૭ર૪ નો બાકી વેરો) ની મિલકત, માધવબાગ, આર્યસમાજ વાડી પાછળ શૈલેષભાઈ કાનાભાઈ મકવાણા (રૃા. ર૦,૬૮૮), ખત્રીફળીમાં કેશરભાઈ કરશનદાસ એન્ડ હિંમતસિંહજી માધવજી (ભાડુઆત - દયાલ નિરત્તમલ) (રૃા. ૧૯,૯૬૮ બાકી વેરો) ની મિલકત, પ૮-દિ.પ્લોટમાં ભગવાનજી કરશન નંદા (કુલ રૃા. ૭૪,૭૮૩નો બાકી વેરો) ની ચાર મિલકત, રણજીત રોડ પર આવેલ પૂજા ફરસાણ માર્ટ (રૃા. ૧૭,૮૧૦ બાકી વેરો), નિર્મલનગર શેરી નં. ૧, નવાગામ-ઘેડમાં આવેલ બે મિલકત (રૃા. ૧૪,૯૭૪ તથા રૃા. ૧૪,૭૭૪ બાકી વેરો), ગ્રેઈન માર્કેટમાં વાલજી મનજી (રૃા. ૧ર,૭૭૧નો બાકી વેરો) ની મિલકત, માઈલ સ્ટોન કોમ્પલેક્ષ, નાગનાથ ગેઈટ, શાંતાબેન ધનજી પ્રજ્ઞાબેન બી. કટેશીયા (રૃા. ૧ર,૧૯૪ નો બાકી વેરો) ની મિલકત જપ્ત કરવામાં આવી છે.

નવ આસામીઓ પાસેથી સ્થળ પર કુલ રૃા. ર,૮૯,પ૦૧/- વસુલાત કરવામાં આવી હતી. ઉપરોક્ત રીકવરીની કામગીરી કમિશ્નરની સૂચના અનુસાર આસી. કમિશ્નર (ટેક્સ) જીજ્ઞેશભાઈ નિર્મલ, ટેક્સ ઓફિસર જી.જે. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રીક્વરી ટીમના કર્મચારીઓ એ.કે. ડામોર, નારણ બુંબરીયા, નિદત માંડલીયા, અતુલ રાવલ, બિમલભાઈ પટેલ, હિતેશ ભોજાણી, એન.એમ. મેવાડા, જમનભાઈ માધાણી, અભિજીતસિંહ જાડેજા, કિરીટભાઈ વાઘેલા, દિપેશ ચુડાસમા તથા શક્તિસિંહ ગોહિલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit