| | |

સમયમર્યાદાનો ભંગ કરતા વેપારીઓ સામે ફોજદારી

જામનગર તા. ૨૨ઃ જામનગરમાં લોકડાઉન તથા જાહેરનામાની અમલવારી યથાવત છે ત્યારે ગઈકાલે સમયમર્યાદાનો ભંગ કરી વધુ સમય માટે દુકાન ખોલી રાખનાર ત્રણ વેપારી અને બે ગ્રાહક સામે ગુન્હો નોંધાવ્યો છે. કારણવગર રખડતા ૨૦ સામે જાહેરનામાભંગનો ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરમાં ચોથા લોકડાઉન સાથે જાહેરનામાની પણ તંત્ર દ્વારા અમલવારી કરાવવામાં આવી રહી છે. મળેલી નિયત સમય મર્યાદાની છૂટછાટનો ક્યાંક ભંગ થતો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે પોલીસે શહેરના સાધના કોલોની વિસ્તારમાં બીજા ઢાળીયા પાસે આવેલી દૂધની ડેરી મોડીરાત્રી સુધી ખુલી જોતા તે દુકાનના સંચાલક પરમાણંદ હરીલાલ ચોવટીયા અને દૂધ લેવા આવેલા સંજય વસંતભાઈ ભદ્રા, કેતન શાંતિભાઈ તારપરા સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. બેડી વિસ્તારમાં ભરતભાઈ ભીખાભાઈ આલે પોતાની જીયા ઈલેકટ્રીક નામની દુકાન સમયમર્યાદાનો ભંગ કરી ખુલી રાખી હતી અને ચાંદીબજારમાં કીરીટભાઈ અનંતરાય ચોકસીએ પોતાની દુકાન સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રાખી હતી તે તમામ વેપારી સામે કાનૂની કાર્યવાહી કરાઈ છે.

કારણવગર બહાર નીકળવા સામે અને ચાર વ્યક્તિથી વધુએ એકઠા ન થવું તેવું જાહેરનામું હોવા છતાં ગઈકાલે શહેરના સત્યમ્ કોલોની વિસ્તારમાં પાર્થ સંજયભાઈ ત્રિવેદી, જયદીપ ભરતભાઈ મેર, પ્રશાંત હરીશભાઈ ત્રિવેદી, પાલાભાઈ મારખીભાઈ આહિર, ભાવેશ ગોવિંદભાઈ આહિર એકઠા થતાં પોલીસે ગુન્હો નોંધ્યો હતો. ખોડીયાર કોલોનીમાંથી મનહરભાઈ રવજીભાઈ પટેલ, જીતેન્દ્ર ઈશ્વરભાઈ સીંધી ભાનુશાળી, મયુરનગર પાસેથી લાલગીરી દિલીપગીરી ગોસાઈ, દેવા વીરમભાળ માયાણી, ચાંદીબજારમાંથી કીર્તિભાઈ મુળજીભાઈ સોની, દિલીપ દિનેશભાઈ જોશી, પરેશ ગોવિંદભાઈ સોની માસ્ક પહેર્યા વગર નીકળતા પોલીસે કાર્યવાહી કરી હતી. રાજ ચેમ્બર પાસેથી શ્યામ જેઠાલાલ રૃજડ, જય હેમતલાલ પરમાર, હિરજી મિસ્ત્રી રોડ પરથી મનિષ પ્રતાપભાઈ ઓઝા સહિતના ત્રણ, હીતેશ પરસોત્તમ સીંધી, જીગ્નેશ નરેન્દ્રભાઈ ભાનુશાળી, શંકર ટેકરીમાંથી રવિ કાનજીભાઈ વાઘેલા કામ વગર આંટા મારતા મળી આવ્યા હતાં. પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખી ગોકુલનગર પાણાખાણમાં એકત્રીત થઈને બેસેલા કૈલાશ નટવરલાલ રાઠોડ અને ભાવીન નટવરલાલ રાઠોડને પકડી લીધા હતાં. દિ. પ્લોટ ૬૧માં હિતેશ જમનદાસ કટારમલે સમયમર્યાદાનો ભંગ કરી રેંકડી કાઢી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit