| | |

કેન્દ્ર સરકારની શ્રમિકો પ્રત્યે ગંભીર બેદરકારી

જામનગર તા. રરઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં શ્રમિકો પ્રત્યે રાખવામાં આવેલી ગંભીર બેદરકારીના કારણે દેશના લાખ્ખો શ્રમિકોને તેમના વતનમાં જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

પ્રથમ લોકડાઉનથી જાહેરાત સાથે પરપ્રાંતિય શ્રમિકોને વતન વાપસી માટે કેમ કોઈ આયોજન કરવામાં આવ્યું નહીં...? શા માટે શ્રમિકો પ્રત્યે સંવેદના દાખવવામાં આવી નહીં...? તેવા પ્રશ્નો જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ભરતભાઈ વાળાએ એક નિવેદનમાં ઉઠાવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારે મજૂર કાયદામાં સુધારો કરી તે અંગે વટહુકમ જારી કરવા રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી આપેલ છે. જેમાં શ્રમિકોના હિતોનું ધ્યાન રાખવાના બદલે ઉદ્યોગકારોની વધુ તરફેણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. શ્રમિકોને બાર કલાકથી વધુ રાઉન્ડ ધી ક્લોક કામ કરવાની જોગવાઈથી શ્રમિકોનું શોષણ વધશે. આવા કાયદાનો કેન્દ્ર યુનિયનો, મજૂર મહાજન સંઘો કે નેતાઓ શા માટે વિરોધ કરતાં નથી...? આત્મનિર્ભર ભારતના સૂત્રોવાળી સરકાર વિદેશી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી રહી હોવાનો આક્ષેપ પણ તેમણે નિવેદનના અંતે કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit