| | |

ચેક પરતના કેસમાં નગરના આસામીને છ મહિનાની કેદની સજા

જામનગર તા. ૯ઃ જામનગરના એક આસામીને ચેક  પરતના કેસમાં અદાલતે તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા ફટકારી છે.

જામનગરના અનિરૃદ્ધસિંહ જીવંતસિંહ ચૌહાણ પાસેથી મિત્રતાના દાવે હુશેન જુમાભાઈ જખરાએ રૃપિયા ૧ લાખ ૯૦ હજાર ૯૧પ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફરતા અનિરૃદ્ધસિંહે નોટીસ પાઠવી હતી.

આમ છતાં તેઓને નાણા ન ચૂકવવામાં આવતા અનિરૃદ્ધસિંહે અદાલતમાં હુશેન જુમાભાઈ સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી હુશેન જુમાભાઈને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા ફટકારી છે. ફરિયાદી તરફથી વકીલ આર.જી. જાડેજા રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit