પરિભ્રમણ સંસ્થા ટાપુનો પ્રવાસ

જામનગર તા. ૨૫ઃ જામનગરની પરિભ્રમણ સંસ્થાએ અમરેલી જિલ્લાના છેવાડાના ટાપુ એવા ચાંચબંદર અને વિકટર પોર્ટની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમ્યાન સભ્યોએ કાગધામ-મજાદરમાં કવિ દુલાભામા કાગના નિવાસની મુલાકાત લઈ તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. ચાંચમાં નર્મદાના પાણી સહિત તમામ પ્રકારની સુવિધા છે.ત્યાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલ ભવ્ય ઐતિહાસિક વિજય મહેલની ઈમારત જર્જરિત હાલતમાં છે. આ ઐતિહાસિક ધરોહરને રીપેર કરાવી પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો પર્યટકોની અવરજવરની ચાંચ બંદરનો વધુ સારી વિકાસ થઈ શકે તેવું મંતવ્ય સંસ્થાએ વ્યક્ત કર્યું છે.

close
Nobat Subscription