Advertisement
Author: નોબત સમાચાર

તમાચણ ગામના રેલવે ફાટક પર એક મોટર ચાલકે કરી ધમાલઃ ફાટકમેનને ફડાકો ઝીંક્યો

ફાટક ખોલી નાખવાનું કહી ફરજમાં રૂકાવટ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર નજીકના તમાચણ ગામમાં ફાટકમેન તરીકે ફરજ બજાવતા રેલવેના એક કર્મચારીને શનિવારે બપોરે ફાટક ખોલી નાખવાનું કહી એક મોટરના ચાલકે ગાળો ભાંડી ફડાકો ઝીંકવા ઉપરાંત ઓફિસમાં ઘૂસી ટેલિફોન તોડી નાખ્યો હતો. પોલીસે ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ આરંભી છે.

રાજસ્થાનના સવાઈ માધુપુર જિલ્લાના ગંગાપુર તાલુકાના નારાયણપુર ગામના વતની અને રેલવે વિભાગમાં ગેટકીપર તરીકે નોકરી કરતા અને હાલમાં ધ્રોલના જાલીયા દેવાણીના રેલવે સ્ટેશન ક્વાર્ટરમાં રહેતા અમરસિંગ પ્યારેલાલ મીણા નામના કર્મચારી શનિવારે બપોરે જામનગર તાલુકાના તમાચણ ગામના રેલવે ફાટક પર ફરજ પર હતા.

ત્યારે બપોરે બેએક વાગ્યે ત્યાંથી પસાર થનારી એક ટ્રેન માટે અમરસિંગે ફાટક બંધ કર્યું હતું. આ વેળાએ જીજ-૩-એનપી ૫૯૩૦ નંબરની થાર મોટરમાં ધસી આવેલા એક શખ્સે ગેટકીપર પાસે જઈ ફાટક ખોલી નાખ, મારે ઉતાવળ છે તેમ કહેતા અમરસિંગે ફાટક ખોલવાની ના પાડતા આ મોટરના ચાલકે ઓફિસમાં તોડફોડ મચાવવા ઉપરાંત સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું હતું અને અમરસિંગને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની ફરજમાં રૂકાવટ કરી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમરસિંગે  થાર મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh