Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં પીવાના પાણી તથા ઘાસચારા માટે રાજકીય આગેવાનો સાથે સાંસદો-ધારાસભ્યની બેઠક

જિલ્લામાં પંદર સ્થળોએ ઘાસ ડેપો-પાણી વિતરણ વધશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અછત અને અતિદુષ્કાળ કરતા પણ ખરાબ સ્થિતિની જેમ માત્ર બે ઈંચ જેટલો સરેરાશ વરસાદ પડયો હોય પીવાના પાણી તથા ઘાસચારાની ગંભીર સ્થિતિ હોય તેના સંદર્ભમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ જીતેન્દ્ર કણઝારીયા તથા ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા જિલ્લાના જિલ્લા પંચાયતના સદસ્યો, હોેદ્ેદારો, તાલુકા પંચાયતના સદસ્યો હોદ્દેદારો ન.પા.ના સદસ્યો હોદ્દેદારોની ખાસ બેઠક તથા તમામ મંડળોના હોદેદારોની બેઠક યોજીને અછતના સંદર્ભમાં તેમના વિસ્તારોના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી તથા પાણી પુરવઠા, સૌની યોજના તથા જિલ્લા વહીવટીતંત્રને આ બાબતે તુરત યોગ્ય કરવા માટે જણાવાયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ના પડતા ઘાસચારાની સ્થિતિ વિકટ બની હોય જિલ્લામાં પંદર સ્થળે ઘાસ ડેપો શરૂ કરવા આયોજન થયું છે. જેમાં ખંભાળિયામાં પાંચ, કલ્યાણપુરમાં ચાર, દ્વારકામાં ત્રણ તથા ભાણવડમાં ત્રણ શરૂ કરાશે જેમાંથી હાલ ખંભાળિયામાં ત્રણ તથા દ્વારકા, ભાણવડ, કલ્યાણપુરમાં એક એક તો ચાલુ પણ થઈ ગયા છે.

આ ઉપરાંત નર્મદાની પાઈપલાઈનમાંથી મળતા પાણીનો જથ્થો વધારવા તથા સૌની યોજનાના પાણીમાં વધારો કરવા તથા વધુ વિસ્તારોમાં પાણી મળે તેનું આયોજન કરવા આ સંબંધીત અધિકારીઓને જણાવાયું હતું.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh