Advertisement
Author: નોબત સમાચાર

પવનચક્કીના કન્ટેનરમાંથી રૂ।.૧૦.૮૪ લાખની કિંમતના કોપર કેબલની ચોરી

સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝરે નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામજોધપુર નજીકના શેઠવડાળા ગામથી જસાપર ગામ વચ્ચેના રસ્તા પર એક પવનચક્કીના લોકેશન પર માલસામાન માટે મૂકવામાં આવેલા કન્ટેઈનરનું તાળુ તોડી ત્રણ સપ્તાહ પૂર્વે કોઈ તસ્કરો ૩૭૪ મીટર કોપર વાયર કાપીને લઈ ગયા છે. અંદાજે રૂ।.૧૦,૮૪,૬૦૦ની કિંમતના વાયરની ચોરીની સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝરે ફરિયાદ કરી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામથી જસાપર ગામ તરફ જવાના રસ્તા પર આવેલી સુઝલોન રીન્યુએબલ ડેવલોપમેન્ટ લિમિટેડ કંપનીની પવનચક્કીના લોકેશન નંબર-૫૦૫ પાસે કંપની દ્વારા માલસામાન રાખવા માટે મુકવામાં આવેલા કન્ટેનરમાંથી રૂ।.૧૦.૮૪ લાખથી વધુની કિંમતના કોપર કેબલની ચોરી થયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ગઈ તા.૨૪ જુલાઈની રાત્રિથી તા.૨૫ જુલાઈની સવાર દરમિયાન અજાણ્યા તસ્કરોએ કન્ટેનરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો કન્ટેનરમાંથી કુલ ૩૭૪ મીટર કોપર કેબલ કાપીને ચોરી કરી ગયા હતા.

ચોરી થયેલા કોપર કેબલની અંદાજિત કિંમત રૂ।.૧૦,૮૪,૬૦૦ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રાજવી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh