Advertisement
Author: નોબત સમાચાર

વનતારા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું કેન્દ્ર અને સંવર્ધન શ્રેષ્ઠતાનું વૈશ્વિક હબઃ સીઆઈટીઈએસ

આ પહેલા સુપ્રિમ કોર્ટ રચેલી એસઆઈટી દ્વારા પણ કલીનચીટ અપાઈ હતી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્વિક હબ હોવાની યુ.એન. સાથે સંકળાયેલા વાઈલ્ડ લાઈફ કન્વેન્શને પુષ્ટી કરી છે.

ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ સીઆઈટીઈએસની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે.

આ પરિણામ થકી વન્યજીવ સંભાળ માટે કાયદેસરતા, પારદર્શકતા અને વિજ્ઞાન-આધારિત વનતારાના મોડેલને સુદૃઢ માન્યતા મળી થઈ છે, જે વનતારાને વૈશ્વિક માપદંડો સાથે તેના અનુસરણ અને વિશ્વના સૌથી વધુ નૈતિકતાપૂર્ણ સંચાલિત અને વ્યવસાયિક ઢબે ચાલતા વન્યજીવ સંરક્ષણ કેન્દ્રોમાંના એક તરીકે તેને પ્રસ્થાપિત  કરે છે.

સીઆઈટીઈએસ સચિવાલય, એક યુએન સાથે સંકળાયેલી સંસ્થા છે, જે વૈશ્વિક વન્યજીવ નિયમોના અનુપાલનની સમીક્ષાની જવાબદારી ધરાવે છે, અને જેણે સપ્ટેમ્બર ૨૦૨૫માં વનતારામાં બે દિવસનું મિશન હાથ ધર્યું હતું. તેની મુલાકાત દરમિયાન વનતારાના એન્ક્લોઝર્સ, પશુચિકિત્સા પદ્ધતિઓ, રેકર્ડ, બચાવ કામગીરી અને વેલ્ફેર પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ કરાયું હતું.

ગત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરાયેલા અહેવાલમાં, સચિવાલયે વનતારાને આધુનિક માળખાગત સુવિધા, અદ્યતન પશુચિકિત્સા સંભાળ અને ઘનિષ્ઠ બચાવ અને પુનર્વસન પ્રણાલિઓ ધરાવતી વિશ્વ-સ્તરીય, કલ્યાણકારી સંસ્થા તરીકે માન્યતા આપી હતી.

આથી એવું પ્રસ્થાપિત થયુ હતું કે, વનતારાનું કામ પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ પર કેન્દ્રિત છે, અને આ સુવિધા ક્યારેય પણ કોઈપણ પ્રકારના ધંધાદારી પશુ વેપારમાં સામેલ નથી. આ અહેવાલમાં વનતારાની નિખાલસતા, સહકાર અને સીઆઈટીઈએસના નિયમો સાથેની સુસંગતતાઓની પણ નોંધ લેવાઈ હતી.

આ વિશ્વકક્ષાની સંસ્થાની સ્ટેન્ડિંગ કમિટીમાં રવિવારની ચર્ચાઓ દરમિયાન મોટાભાગના પક્ષોએ ભારતના વલણને ટેકો આપ્યો હતો. વૈશ્વિક સમુદાયે વનતારાની અખંડિતતા અને ઉદ્દેશની અસરકારક રીતે પુનઃપુષ્ટિ કરી છે. આ પરિણામ સમતોલનને પ્રસ્થાપિત કરવાની સાથે, જાહેર અને હિમાયતી ક્ષેત્રના ભાગોમાં ફેલાયેલી ભ્રામક વાતોને ફગાવી દે છે, તેમજ હંમેશાંથી દેખાઈ રહેલી હકીકતોને જ રેકર્ડ પર મૂકે છેઃ કે વનતારા સંસ્થા પ્રાણીઓના સંરક્ષણ, કાયદાના પાલન અને સંભાળની યોગ્ય બાજુએ અડીખમ ઊભી છે. પાર્ટીઝનું આ વ્યાપક સમર્થન ભારતના સીઆઈટીઈએસ અમલીકરણ માળખાને મજબૂત સમર્થન આપવાની સાથે-સાથે પહેલા દિવસથી જ વનતારા દ્વારા તે ધારાધોરણોના સતત પાલનની માન્યતાની પણ પુષ્ટિ કરે છે. તે ઘણી રીતે, વનતારાની કામગીરી, મૂલ્યો અને વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં યોગદાનની દૃઢતાપૂર્વક પુષ્ટિ છે.

આ આંતરરાષ્ટ્રીય તારણો ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વનતારા સામેના દરેક આરોપની કાનૂની, નાણાકીય, કલ્યાણકારી અને સીઆઈટીઈએસના માપદંડોની એરણે ચકાસણી કરવા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના તારણો સાથે સાર્વત્રિક રીતે અને સંપૂર્ણપણે સુસંગત છે. ડોક્યુમેન્ટ ઓડિટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સાથે પરામર્શ અને જામનગરની સુવિધાના સ્થળ પર નિરીક્ષણ સહિતની સઘન ચકાસણી બાદ, એસઆઈટી એ તારણ પર પહોંચી હતી કે, આ સંબંધિત બધી ફરિયાદો અને મીડિયા અહેવાલો *નિરાધાર, પાયાવિહોણા અને કોઈપણ તથ્ય અથવા કાનૂની આધાર વિનાના* હતા. તપાસમાં પુષ્ટિ કરાઈ હતી કે બધા પ્રાણીઓને કાયદેસર રીતે બિન-ધંધાદારી હેતુઓ માટે માન્ય આયાત પરવાના સાથે લાવવામાં આવ્યા હતા, તેમજ વન્યજીવોની કોઈ દાણચોરી, કાળા નાણાંની હેરફેર અથવા નાણાકીય ગેરરીતિઓ આચરાઈ ન હતી, અને માત્ર મૂલ્યાંકનના હેતુઓ માટે જ નિયમિત કસ્ટમ ડોક્યુમેન્ટેશનના ભાગરૂૂપે ઈન્વોઈસિંગ રેફરન્સની રચના થઈ હતી. એ પણ અવલોકન થયું હતું કે, વનતારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના જ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવા ઉપરાંત તેનાથી બે ડગલાં આગળ વધીને ગ્લોબલ હૃાુમન સર્ટિફાઇડ* દરજ્જો ધરાવે છે, અને પ્રાઈવેટ કલેક્શન તરીકે નહીં પરંતુ એક સત્તાવાર, આંતરરાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન સ્થાપિત કરનારું બચાવ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર તરીકે કાર્યરત છે.

આ બંને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમીક્ષાઓમાં, એક નિષ્કર્ષ સ્પષ્ટ છેઃ વનતારાએ કાયદેસર, પારદર્શક રીતે કામગીરી કરી છે અને પોતાની કામગીરીના દરેક તબક્કે સર્વોચ્ચ વૈજ્ઞાનિક અને નૈતિક માપદંડોને જાળવી રાખ્યા છે. અફવાઓ જ્યારે જાહેર જનતાની માન્યતાને વિકૃત બનાવી શકે તેવા સમયે રેકોર્ડ હવે સ્પષ્ટ છે. વનતારા એ દર્શાવવાનું ચાલુ રાખે છે કે અનુપાલન, કરુણા અને વૈજ્ઞાનિક સઘનતા પર આધારિત વિશ્વ-સ્તરીય વન્યજીવ બચાવ અને સંરક્ષણ હાથ ધરવું એ શક્ય છે અને ભારતમાં તો અગાઉથી જ મોટાપાયે આ ભગીરથ કાર્ય ચાલી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh