કોરોનાનું સંક્રમણ વધતા હાલારના વધુ એક ગામમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉનઃ ચાર વાગ્યે બજાર બંધ

રાવલ તા. ૭ઃ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી નગરપાલિકાએ મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં તા.રર એપ્રિલ સુધી દરરોજ સાંજે ૪ વાગ્યા પછી સ્વૈચ્છિક આંશિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

રાવલ શહેરમાં તાજેતરમાં કોરોના સંક્રમણ વધતા હાલની સ્થિતિની ગંભીરતા ધ્યાને લઈ, રાવલ નગરપાલિકાએ મામલતદાર કલ્યાણપુરની અધ્યક્ષતામાં તાકીદની મિટિંગ બોલાવી હતી.

આ બેઠકમાં વેપારી આગેવાનો, રાવલ નગરપાલિકાના પ્રમુખ મનોજ જાદવ, ચિફ ઓફિસર પંડ્યા, પી.એસ.આઈ. ગોઢાણિયા, વેપારી એસોસિએશનના પ્રમુખ ગોરધનભાઈ મોદી, અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં, અને તારીખ ૮/૪ થી રર/૪ સુધી દરરોજ સાંજે ૪ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવા સ્વૈચ્છિક નિર્ણયો લેવાયા હતાં.

મેડિકલ તથા દૂધ જેવી આવશ્યક વસ્તુના ધંધાર્થીઓને આ નિર્ણય લાગુ પડશે નહીં, તેવો નિર્ણય લેવાય હતો. આ મિટિંગમાં પાન-મસાલાના કાળા બજાર પર નિયંત્રણ માટે જરૃરી પગલાં લેવા મામલતદારે પોલીસ ખાતાને સૂચના આપી હતી.

close
Ank Bandh 29 March
close
PPE Kit