જામનગરમાં છેલ્લા છ દિવસથી સતત તાપમાનમાં ઘટાડોઃ જ્યારે ભેજના પ્રમાણમાં વધારો નોંધાયો

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરમાં છેલ્લા છ દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૮.૭ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડા અને તેજીલા વાયરાઓના પગલે આકરા તાપમાં ઘટાડો થયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પાંચ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit