રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

જામનગર તા. ર૦ઃ જામનગરના રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી દિવસોમાં એલ.કે.જી.થી ધો. ૧ર તેમજ ગ્રેજ્યુએટમાં ૬૦ ટકા કે વધુ માર્કસ મેળવી ઉત્તીર્ણ થયા છે તેવા સંસ્થાના આજીવન સભ્યોના સંતાનોનું સન્માન કરવાનું આયોજન છે.

બાળકોની માર્કસશીટ તા. ર-૧ર-ર૦ર૦ સુધીમાં (૧) સુરેશભાઈ ત્રિવેદી, રણજીતનગર હુડકો, નિર સ્ટેશનરી, હરસિદ્ધિ મંદિર રોડ તથા (ર) કિરીટભાઈ જોષી - કે.કે. ડિજિટલ સ્ટુડિયો, રણજીતનગર, જી-૭ સામે, જુનો હુડકોમાં પહોંચાડી દેવાની રહેશે. માર્કસશીટની સાથે વોટ્સએપ મોબાઈલ નંબર લખવાનો રહેશે તેમ પ્રમુખ સુનિલભાઈ ખેતીયા તથા મંત્રી ચિરાગભાઈ પંડ્યાએ જણાવ્યું છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit