શહેરમાં યુવતી તથા તેના પિતા પર ચાર શખ્સનો હુમલોઃ ફરિયાદ થઈ

જામનગર તા. ૧૦ઃ જામનગરના ધરારનગર-૧માં ગઈકાલે એક પ્રૌઢ સહિત બે પર ચાર શખ્સે હુમલો કર્યો હતો. વચ્ચે પડનાર પ્રૌઢની પુત્રીને પણ માર મારવામાં આવ્યો હતો.

જામનગરના સરૃ સેકશન રોડ પર આવેલા ધરારનગર-૧ નજીકની ઝુપડપટ્ટી પાસે રહેતાં આશિયાનાબેન અસરફભાઈ પઠાણ નામના યુવતીના પિતા અસરફભાઈ તથા જાવેદ પઠાણ સાથે ગઈકાલે રાત્રે ત્યાં જ વસવાટ કરતાં હુસેન અને સમીર નામના શખ્સોએ કોઈ બાબતે ઝઘડો કર્યા પછી ધોકા વડે હુમલો કર્યો હતો. આ વેળાએ નવાઝ તથા શબ્બીર પણ પાઈપ સાથે ધસી આવ્યા હતાં. તેઓએ પણ હુમલો કર્યો હતો.

આ વેળાએ આશિયાના બેન વચ્ચે પડતાં નવાઝે તેણીના માથામાં પાઈપ ફટકાર્યો હતો અને જાવેદને પણ પાઈપથી ઈજા કરવામાં આવી હતી. ચારેય શખ્સો ગાળો ભાંડી નાશી છૂટયા હતાં. સીટી બી ડીવીઝનના જમાદાર એમ. પી. ગોરાણીયાએ આશિયાના બેનની ફરિયાદ પરથી હુસેન, નવાઝ, સમીર તથા શબ્બીર સામે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, જી. પી. એકટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આરોપીની શોધ શરૃ કરી છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit