| | |

સલાયામાં ફ્રેન્ડશીપના નામે યુવતીને ફસાવીને આચરાયું દુષ્કર્મ

જામનગર તા. ૯ઃ ખંભાળીયાના સલાયામાં રહેતી એક યુવતી સાથે ફ્રેન્ડશીપનો અંચળો ઓઢી એક શખ્સે પ્રેમજાળ ફેલાવ્યા પછી તે યુવતી પર દુષ્કર્મ આચરી પોતાના મિત્રની મદદગારીથી અપહરણ કર્યું હતું. તે પછી તેના મિત્રએ પણ તે યુવતીને દુષ્કૃત્યનો ભોગ બનાવી હતી. આખો મામલો દબાઈ જાય તે માટે એક શખ્સે તે યુવતી સાથે નીકાહ પણ કરી લીધા હતાં પરંતુ આ શખ્સોના કરતુતથી વાજ આવેલી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.

ખંભાળીયા તાલુકાના સલાયામાં રહેતા અઝીમ ઈસ્માઈલ બુખારી નામના શખ્સે સલાયામાં જ રહેતી એક યુવતી સાથે ફ્રેન્ડશીપ કર્યા પછી આ યુવતીને પ્રેમઝાળમાં ફસાવી હતી. તેના પગલે બન્ને વચ્ચે મોબાઈલ નંબરની લેતીદેતી થઈ હતી અને તેઓ અવારનવાર વાત કરતા હતાં. તેમાંની કેટલીક વાતો અઝીમે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. ત્યારપછી અઝીમે પોતાની ઝાળ વિસ્તારી તે યુવતીને વોટસએપમાં ફોટા મોકલવાનું કહેતા તે યુવતીએ ફોટા મોકલ્યા હતાં. જેને ઢાલ બનાવી અઝીમે આ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૃ કરી છરી બતાવી તેની પર દુષ્કર્મ આચર્યુ હતું. આટલેથી ન અટકેલા અઝીમે સોમવારે રાત્રે મહેબુબ ફારૃક ગજણ સાથે મળી તે યુવતીને અપહરણ કર્યું હતું.

સલાયાથી જુદી જુદી જગ્યાએ લઈ જવાયેલી આ યુવતી સાથે ફરીથી અઝીમે દુષ્કર્મ ગુજારવા ઉપરાંત તેના મિત્ર મહેબુબ ગજણે પણ મ્હો કાળુ કર્યું હતું. તેથી આ યુવતી હેબતાઈ ગઈ હતી. મામલો ઢંકાયેલો રહે તે માટે અઝીમે તે યુવતી સાથે નીકાહ કરી લીધા હતાં. પરંતુ પોતાનુ ભવિષ્ય અંધકારમય જણાઈ આવતા આ યુવતી ગઈકાલે સલાયા પોલીસ સ્ટેશાનમાં દોડી ગઈ હતી જ્યાં તેણીએ પોતાની વિતક વર્ણવી ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવતા પોલીસે અઝીમ તથા મહેબુબ ગજણ સામે આઈપીસી ૧૨૦ (બી), ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૬ (૨), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit