ઉંધો ગેસ ચઢતા હાલારના પ્રૌઢનું મૃત્યુ

જામનગર તા. ૧૫ઃ લાલપુરના મીઠોઈ ગામમાં શનિવારે એક પ્રૌઢને ઉંધો ગેસ ચઢતા તેઓ બેભાન બની ગયા હતાં. આ પ્રૌઢનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા મૂળ મહીસાગર જિલ્લાના આંદ્રા ગામના રૃમલભાઈ હીરાભાઈ ડામોર નામના ૫૪ વર્ષના આદિવાસી પ્રૌઢ શનિવારે સવારે મીઠોઈ ગામમાં હતાં ત્યારે ઉંધો ગેસ ચઢવા લાગતા બેભાન બની રોડ પર ઢળી પડ્યા હતાં.

આ પ્રૌઢને સારવાર માટે ખાનગી કંપનીના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે રૃમલભાઈને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા મીઠોઈના જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

close
Nobat Subscription