| | |

કલ્યાણપુરના ભોગાતમાં પવનચક્કીના સ્થળેથી પાંચ શખ્સોએ કરી વીજચોરી

જામનગર તા. ૯ઃ કલ્યાણપુરના ભોગાતમાં પવનચક્કીના સ્થળેથી પાંચ શખ્સોએ કંટ્રોલ રૃમના તાળા તોડી નાખી પેનલ બોક્સમાં વાયર લગાડી છેલ્લા એકાદ વર્ષથી વીજ ચોરી કરવાનું શરૃ કરતા ગઈકાલે કંપનીના અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામની સીમમાં સુઝલોન કંપની દ્વારા ઊભા કરવામાં આવેલા પવનચક્કીના સ્થળમાં અવારનવાર ચોરી થતી હોય કંપનીના કર્મચારીઓએ તેને ડામવા રાખેલી વોચ દરમ્યાન છેલ્લા એકાદ વર્ષમાં ભોગાત ગામના જ રામાભાઈ નાથાભાઈ ગઢવી, કાનાભાઈ અરજણભાઈ કંડોરીયા, સવદાસ રામાભાઈ કંડોરીયા, ભાયાભાઈ ભાટીયા અને મેઘાભાઈ વરજાંગ રૃડાચ નામના પાંચ શખ્સો કંપનીના ટાવરના સ્થળે પ્રવેશી કંટ્રોલ રૃમના દરવાજાના તાળા તોડી તેમાંથી કેલોક વાયર કાપી, કનેકશન મેળવી પેનલ બોક્સમાં નુકસાન સર્જાય તે રીતે વીજળીની ચોરી કરતા હોવાની કપંનીના કર્મચારી જગદીશભાઈ આહિરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈલેકટ્રીક સિટી એક્ટની કલમો તેમજ આઈપીસી હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળીયા તાલુકાના વડાલીયા સિંહણ ગામમાં સૂર્યપ્રકાશથી ચાલતી ચાર પેનલ થાંભલામાં ફીટ કરવામાં આવી હતી. અંદાજે રૃા. ૧૨,૩૦૦ની કિંમતની આ પેનલ છેલ્લા બેએક મહિનામાં ચોરાઈ ગઈ હતી. આ જ ગામના દિલીપસિંહ ચંદુભા જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit