દ્વારકાના ગઢેચીમાં એલસીબીનો જુગારનો દરોડો વિવાદના વર્તુળમાં

ખંભાળીયા તા. ૨૯ઃ દ્વારકાના મીઠાપુર નજીકના ગઢેચીમાં ગયા સપ્તાહે એલસીબીએ પાડેલો જુગારનો દરોડો વીવાદમાં સપડાયો છે. પટ્ટમાંથી કબજે થયેલી રકમ અને ચોપડે નોંધાયેલી રકમમાં પાંચ ગણો ફરક હોવાનો આક્ષેપ કરી એક મહિલાએ છુટવા માટે પૈસા મગાયાની અને ફડાકો ઝીંકાયાની કેફીયત આપતો વીડિયો વાયરલ થતા એસપીએ ડીવાયએસપીને તપાસનો આદેશ કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના ગઢેચી ગામમાં ગયા સપ્તાહે સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટુકડીએ દરોડો પાડી છ મહિલા સહિત નવને ઘરમાં ગંજીપાના કૂટતા પકડી પાડ્યાનો કેસ બતાવ્યો હતો. આ દરોડામાં એલસીબીએ પટ્ટમાં પડેલી રકમ કરતા ઘણી ઓછી રકમ બતાવી હોવાનો આક્ષેપ કરી દરેક વ્યક્તિ દીઠ છુટવા માટે રૃા. ૧૦-૧૦ હજાર માંગી એક મહિલાને ફડાકો ઝીંક્યાની રજુઆત થતા ચકચાર જાગી છે. જેના પગલે જિલ્લા પોલીસવડા રોહન આનંદે તપાસનો હુકમ કર્યો છે.

આ દરોડા પછી દ્વારકા આવેલા જસીબેન નામના મહિલાએ કેમેરા સમક્ષ ઉપરોક્ત હકીકત વર્ણવી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓના પરિવારમાં સગાઈનો પ્રસંગ હતો તેથી એકઠા થયેલા પરિવારજનો સમય પસાર કરવા માટે પત્તે રમતા હતાં ત્યારે ધસી આવેલા પોલીસમેનોએ દરોડો પાડી પટ્ટમાંથી રૃા. પોણા બે લાખની રોકડ ઉપાડ્યા પછી કેસમાં માત્ર રૃા. ૩૫,૦૦૦ જ બતાવ્યા હતાં. તે ઉપરાંત વ્યક્તિદીઠ છુટવા માટે રૃા. ૧૦-૧૦ હજાર પણ માંગ્યા હતાં. તે દરમ્યાન એક પોલીસકર્મીએ મહિલાના ગાલ પર ઝાપટ ઠોકી હતી.

ઉપરોક્ત વીડિયો વાયરલ થતા દ્વારકાના એસપી રોહન આનંદે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીને તપાસનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે શનિવારે એલસીબીએ લાખોનો અંગ્રેજી શરાબ પકડ્યો છે તે પછી ગઈકાલે તપાસનો હુકમ થતા ચકચાર જાગી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit