ધ્રોલ નજીક ઉજ્જડ રસ્તા પર પતિને ભગાડી મૂકી પરિણીતાની બે નરાધમોએ લૂંટી લીધી લાજ

જામનગર તા. ૧૭ઃ ધ્રોલના હરીપરમાં ગઈકાલે દર્શનાર્થે ગયેલું એક દંપતી બાઈકમાં પરત ફરતું હતું ત્યારે પતિએ માવો ખાવાની તલબ લાગતા ઉજ્જડ રસ્તા પર વાહન ઊભું રાખવાની ભૂલ કરી હતી. આ વેળાએ જ ત્યાં ધસી આવેલા બે શખ્સે પતિને છરી બતાવી ભગાડી મૂક્યા પછી પત્ની પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે ભોગ બનનારને તબીબી ચકાસણી માટે મોકલી બન્ને આરોપીના સગડ દબાવ્યા છે.

જામનગર જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઉ૫રાછાપરી ફરિયાદો નોંધાયા પછી ગઈકાલે વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાતા ચકચાર જાગી છે. ધ્રોલમાં રહેતું એક દંપતી ગઈકાલે સવારે પોતાના ઘરેથી બાઈકમાં ધ્રોલ નજીકના હરીપરમાં આવેલા એક મંદિરે દર્શનાર્થે ગયું હતું.

ત્યાંથી બપોરે એકાદ વાગ્યે ઉપરોક્ત પતિ-પત્ની પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતાં. તેઓનું વાહન હરીપરથી થોડે દૂર પહોંચ્યું ત્યારે પતિને માવો ખાવાની તલબ લાગતા તેણે વાહન ઊભું રાખી માવો ચોળવાનું શરૃ કર્યું હતું ત્યારે તે ઉજ્જડ વિસ્તારમાં ધ્રોલના ગાયત્રી નગરમાં રહેતો કાદર ડફેર ઉર્ફે ઓઢીયો તથા અઝરૃદ્દીન ઉર્ફે અજુડો નામના બે શખ્સ પ્રગટ થયા હતાં. તેઓએ પતિને અહીં શું કરશ? તેમ કહી ધમકાવવાનું શરૃ કર્યા પછી છરી બતાવી ચૂપ રહેવા જણાવ્યું હતું અને મોબાઈલ ઝુંટવી લઈ આ શખ્સોએ ભાગી જા નહીંતર મારી નાખીશું તેમ કહેતા ડરનો માર્યો પતિ સ્થળ પરથી થોડે દૂર સુધી ચાલીને ગયા પછી મદદની બુમ પાડતો અડધો કિમી દૂર પહોંચ્યો હતો.

જ્યાં તેણે મદદનો પોકાર કરતા તેને એક મિત્ર મળ્યો હતો જેને લઈને તે યુવાન સ્થળ પર પરત ફર્યો તે દરમ્યાન તેની પત્ની રડતી હાલતમાં સામી મળી હતી. તેણીએ કાદર તથા અજુડાએ પોતાના પર નજીકમાં આવેલા ઝાડ-ઝાખરામાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની કેફીયત આપતા પતિ તથા તેનો મિત્ર ડઘાઈ ગયા હતાં. સ્થળ પરથી પોલીસ સ્ટેશન પહોંચેલા દંપતીએ ધ્રોલના પીએસઆઈ સી.એમ. કાંટેલીયાને વિગતો જણાવતા પીએસઆઈ કાંટેલીયાએ આ પરિણીતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તાત્કાલીક તપાસ હાથ ધરી છે અને પરિણીતાને તબીબી ચકાસણી માટે હોસ્પિટલમાં ખસેડી છે. બન્ને નરાધમોના પોલીસે સગડ દબાવ્યા છે જેમાં બન્ને આરોપીઓ સાંજ સુધીમાં પોલીસની ગીરફતમાં આવી જશે.

close
Ank Bandh
close
PPE Kit