Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિટ એન્ડ રનના બનાવની પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૧૭: ખંભાળિયાથી બારેક કિ.મી. દૂર આવેલી વડવાળા હોટલ પાસે ગયા મંગળવારની રાત્રે એક અજાણ્યા પ્રૌઢ રોડ વચ્ચે આવેલા ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેઓને એક અજાણ્યું બાઈક ઠોકર મારીને નાસી ગયું હતું. ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ થયું છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસે ખુદ ફરિયાદી બની નોંધ કરી છે.
ખંભાળિયાથી ટાઉનહોલ વચ્ચેના માર્ગ પર આવેલી વડવાળા હોટલ પાસેથી ગયા મંગળવારે રાત્રે સાડા આઠેક વાગ્યે પચ્ચાસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા પ્રૌઢ ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરવાની કોશિષ કરતા હતા.
આ વેળાએ ખંભાળિયા તરફથી દોડી આવેલા એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે આ પ્રૌઢને હડફેટે લીધા હતા. જબરદસ્ત ટક્કર વાગતા આ પ્રૌઢ રોડ પર ફેંકાઈ ગયા હતા જેઓને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયાના જમાદાર આર.જે. હુણે ખુદ ફરિયાદી બની હિટ એન્ડ રનના આ બનાવની ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈક તથા તેના ચાલકની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial