જામનગર મહાનગરપાલિકા દ્વારા દરરોજ બે હેલ્થ કેમ્પ તથા બાર ધનવન્તરિ રથનું આયોજન

જામનગર તા. ર૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા બાર અર્બન હેલ્થ સેન્ટર હેઠળના વિસ્તારોમાં કોરોના મહામારી સંદર્ભમાં સેન્ટર દીઠ દરરોજ બે હેલ્થ કેમ્પ એક સપ્તાહ સુધી યોજાશે. આ ઉપરાંત આજથી ૧ર ધનવન્તરિ રથનો આરંભ કરવામાં આવી રહ્યો છે. આ રથ દરરોજ શહેરના ર૪ વિસ્તારોને આવરી લેશે. જેનું સંકલન અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર મારફત કરવામાં આવશે.

આ ધનવન્તરી રથોમાં મેડિકલ કોલજેના ઈન્ટર્ની ડોક્ટરો સેવા આપશે. જેમાં વિવિધ રોગની સારવાર આપવા ઉપરાંત સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.

આ ધનવન્તરિ રથનો આરંભ આજે બપોરે ૩ વાગ્યે મહાનગરપાલિકા કમ્પાઉન્ડ, ફાયર ટર્મીનલ પાસેથી કરવામાં આવશે. આ પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરસનભાઈ કરમુર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, આરોગ્ય સમિતિના ચેરમેન બીનાબેન કોઠારી તથા વિરોધપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી હાજર રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit