જામનગર તા. ૩ઃ જામનગરના બે આસામીએ પોતાની બાકી રહેતી રકમ માટે મેળવેલા ચેક બેંકમાંથી પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. અદાલતે સામાવાળાને હાજર થવાનો હુકમ કર્યો છે.
જામનગરની સમય ટ્રેડીંગ નામની ભાગીદારી પેઢીના એક ભાગીદાર પ્રદિપ ખોડાભાઈ ડાવેરાએ પોતાની જરૃરીયાત માટે સુનિલ મનજીભાઈ બાબરીયા પાસેથી રૃા. ૧ લાખ હાથઉછીના લીધા હતાં, તે રકમની પરત ચૂકવણી માટે પ્રદિપભાઈએ ભાગીદારી પેઢીના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણાના ભંડોળ સાથે પરત ફરતા સુનિલભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ગીરીશ સરવૈયા રોકાયા છે. જામનગરના ચિંતન વિજયભાઈ મંગીએ રૃા. ૧ લાખની રકમ કિશોર હંસરાજ લખીયર પાસેથી ઉછીની મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પણ પરત ફર્યો હોય, ચિંતન મંગીએ અદાલતનો આશરો લીધો છે. બંન્ને આરોપીને અદાલતે હાજર થવાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ મિલન કનખરા રોકાયા છે.