જામનગર તા. ૧૩ફ જામનગરના ખીજડિયા પક્ષી અભ્યારણમાંથી ૭૦ પક્ષીના સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેના જરૃરી પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.
બર્ડફ્લૂની દહેશત વચ્ચે તંત્ર સાબદુ બન્યું છે. બીજી તરફ જામનગર કજીકના ખીજડિયા પક્ષી અભ્યારણને બંધ કરવામાં આવ્યું છે. જ્યાં દેશ-વિદેશથી સેંકડો પક્ષીઓ આવતા રહે છે. હાલ ખીજડિયા પક્ષી અભ્યારણમાં એકાદ લાખ વિદેશી પંખીઓ મહેમાન બન્યા છે, ત્યારે અલગ-અલગ ૭૦ જેટલા પક્ષીના જરૃરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેના પરીક્ષણ માટે સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જો કે હજુ સુધી કોઈ પક્ષીમાં બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.