દ્વારકા રેડક્રોસ સોસાયટીને રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત

દ્વારકા તા. ૧૪ઃ દ્વારકાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં આરોગ્ય તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

નિઃશુલ્ક નેત્રયજ્ઞ, બાળરોગ નિદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ વગેરે પ્રવૃત્તિઓને લક્ષમાં લઈ તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલ ગુજરાત સ્ટેટ શાખાઓની વાર્ષિક મિટિંગમાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો વિશિષ્ટ સેવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દ્વારકા શાખાના સેક્રેટરી અશ્વિનભાઈ ગોકાણી, તથા ટ્રેઝરર કમલેશ ઉનડકટે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સિદ્ધિ બદલ પ્રમુખ નિતીનભાઈ બારાઈ, સેક્રેટરી અશ્વિનભાઈ ગોકાણી, પ્રોજેક્ટ ચેરમેન ડો.ધર્મેન્દ્રભાઈ મજીઠીયા અને દાતાઓ, કાર્યકર્તાઓ તથા સાથી સભ્યો  પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit