જામનગર તા. ૨૩ઃ ભારતીય મજદૂર સંઘનું દેવભૂમિ દ્વારકા જિલ્લા સંમેલન ખંભાળીયામાં યોજાયું હતું. જેમાં જિલ્લાના હોદ્દેદારો તરીકે દેવુભા સુમણીયા (ઓખા), વાય.જે.વ્યાસ (જામનગર), ધર્મેન્દ્રભાઈ જોષી (ખંભાળીયા), એમ.વાય.બ્લોચ (ખંભાળીયા), રાજેશ ભીંડી (મીઠાપુર), મહાવીરસિંહ ઝાલા (ખંભાળીયા), દિપક કહેર (ખંભાળીયા), તેમજ કારોબારી સભ્યો તરીકે વિરજીભાઈ સાગઠીયા, કિશોરગર ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ સુમણીયા, રાયસંગ માણેક, જે.જે.ત્રિવેદી, દિપકભાઈ બોડા, ઈમરાન સીદી, પ્રેમજીભાઈ પરમાર, સાચલભા હાથલ, પરશુરામ પવાર, જયેશભાઈ અઢીયા, હંસાબા સોલંકી, સરજુબા માણેક, રામકુંવરબેન ચૌહાણ, ગીતાબેન રાઠોડ, ભાવનાબેન મકવાણાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.