એલપીજી ગેસના સિલિન્ડરના ભાવો નહી વધે

ગૃૃહિણીઓ માટે રાહત

નવી દિલ્હી તા.૧ ઃ ગૃૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી ગેસના સિલિન્ડરના ભાવો યથાવત રહેશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રસોઈ ગેસ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. મે માં ૧૬૨.૫૦ રૃપિયા સુધી તે સસ્તો થયો હતો. જૂનમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડર મોંઘો થયો હતો. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામ વાળા બિન-સબ્સિડાઈજડ એલપીજી સિલેન્ડરના ભાવ દિલ્હીમાં ૫૯૪ રૃપિયા પર સ્થિત છે. અન્ય શહેરોમાં ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ પણ સ્થિત છે.

જો કે જુલાઈ મહિનામાં ૪ રૃપિયા સુધીની કિંમત વધારવામાં આવી છે. આ પહેલાં જુન દરમિયાન ૧૪.૨ કિલોગ્રામ પર સબસિડી વગરના એલપીજી સિલિન્ડર ૧૧.૫૦ રૃપિયા મોંઘુ થઈ ગયું છે. ત્યારે મે માં ૧૬૨.૫૦ રૃપિયા સુધી તે સસ્તો થયો હતો. આઈઓસીની વેબસાઈટ મુજબ દિલ્હીમાં એલપીજીના ભાવ ગત મહિના એટલે કે જુલાઈની સરખામણીએ સ્થિર રાખવામાં આવ્યા હતાં. આ સમાચાર કોરોના મહામારીની વચ્ચે ગૃૃહિણીઓ માટે રાહતરૃપ છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit