કેસ વધવા માટે એકલી સરકાર જવાબદાર નથી તેથી
રાજ્ય સરકારને અપીલઃ કોરોનાના સાચા આંકડા છૂપાવવાનું બંધ કરોઃ કેસ વધવા માટે માત્ર સરકાર જવાબદાર નથી, સાચા આંક્ડા જાહેર થશે તો જનતામાં જાગૃતતા વધશે...
જામનગર તા. ૭ઃ ગુજરાત સરકાર કોરોનાના પોઝિટિવ કેસોના વાસ્તવિક આંકડા છૂપાવી રહી હોવાની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે, અને કેટલીક પ્રાદેશિક ચેનલોમાં તો સાચા આંકડા અનેકગણા વધુ હોવાનો દાવો થઈ રહ્યો છે. એક ટીવી ડિબેટમાં રાજકોટમાં વાસ્તવિક આંકડાઓ કરતા ઘણાં ઓછા આંકડા જાહેર કરાતા હોવાનો દાવો કરાયો હતો. આ સ્થિતિ માત્ર રાજકોટની નહીં, પણ સમગ્ર રાજ્યની છે ત્યારે તટસ્થ નિરીક્ષકો કહી રહ્યા છે કે, રાજ્ય સરકારો જેટલી જ જવાબદારી કોરોનાનું સંક્રમણ વધારવામાં ભીડભાડ કરતા અને નિયમપાલન નહીં કરતા લોકોની પણ છે. તેથી સરકાર જો સાચા આંકડા જાહેર કરશે તો જ લોકોમાં જાગૃતિ આવશે અને વાસ્તવિક સ્થિતિ જાણ્યા પછી વધુ સતર્કતા દાખવશે.