ખંભાળીયાના વોર્ડ નં. પ માં તંત્રનું ઓરમાયું વર્તનઃ કલેક્ટરને રજૂઆત

ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયા પાલિકામાં વોર્ડ નં. પ માં પાલિકા તંત્ર દ્વારા વિકાસ કાર્યોમાં ભેદભાવભરી નીતિ રાખવામાં આવતી હોય, આ અંગે પાલિકાના પૂર્વ સદસ્ય તથા મુસ્લિમ અગ્રણી હારૃનભાઈ ખફી દ્વારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે.

તેમણે ફરિયાદમાં જણાવેલ કે, વોર્ડ નંબર પાંચમા આવેલા વિસ્તારો પઠાણપાડો, વોરાવાડ ઘાંચી શેરી વિગેરે વિસ્તારોમાં મુસ્લિમ લોકો રહે છે. આ વિસ્તારોમાં પાલિકા તંત્રનું ઓરમાયું વર્તન છે.

આ વિસ્તારોમાં કચરાના ઢગલા પડેલા જ હોય છે. ઉપડતા જ નથી, નિયમિત સફાઈ થતી નથી તથા ગંદકીનો નિકાલ થતો નથી...! આ વિસ્તારોમાં શાક માર્કેટ અને બેંકો આવેલી છે. ત્યાં પણ ગંદકી હોય છે. પઠાણ પાડા અને બહુચરાજીના મંદિર પાસે ગટરના પાણીની પાઈપ લાઈન હંમેશાં ભરેલ હોય છે. આવી જ સ્થિતિ ઘાંચી શેરી, દરબારગઢની છે. એક  તરફ ડેન્ગ્યૂના દર્દીઓમાં વધારો થતો જાય છે. તો બીજી તરફ ગંદકી, ઉકરડા, ગટરો છલકાવાનું ચાલુ રહે છે. આવી સ્થિતિમાં પાલિકા તંત્ર આ વિસ્તારો પ્રત્યે ભેદભાવભર્યુ વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit