જામનગરના રણછોડદાસજી આશ્રમમાં નેત્રયજ્ઞ

જામનગર તા. ૩ઃ જામનગરના રણજીતનગરમાં આવેલ સદ્ગુરુ શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમમાં તા. ૭/૩ ને રવિવારે સવારે ૯ થી ૧ર દરમિયાન આંખના મોતિયાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશનની જરૃરિયાતવાળા દર્દીઓને રાજકોટની રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલમાં ટ્રસ્ટના વાહન દ્વારા લઈ જવામાં આવશે તથા આધુનિક ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવશે તથા પરત જામનગર લાવવામાં આવશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છુક લોકોને માક અચૂક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત મો (૦ર૮૮-રપ૬૭૦૧૭) પર સંપર્ક સાધવો.

close
Ank Bandh 29 March
close
PPE Kit