Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરાએ જમાવ્યો રંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત-સંગીતે જમાવી રમઝટઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર અને કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. લોકસંગીત અને સાહિત્યના સંગમ સમાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. કીર્તિદાન ગઢવીએ પોતાના આગવા અંદાજમાં લોકગીતો, સાહિત્યિક રજૂઆતો અને સંગીતના સૂરોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સંસ્કૃતિ અને લોકવારસાની અનોખી ઝલક જોવા મળી હતી. ડાયરામાં રજૂ થયેલા લોકગીતો અને દેશભક્તિથી ઓતપ્રોત રજૂઆતને ઉપસ્થિત લોકોએ ભારે તાળીઓ અને જયઘોષ સાથે વધાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ સાંસ્કૃતિક રંગોથી છલકાઈ ઊઠ્યું હતું અને લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh