Advertisement
Author: નોબત સમાચાર

એમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા પ્રાદેશિક ગ્રિપ સમિટમાં રજૂ 'યોગ સેશન'ને પ્રથમ ક્રમાંક

'સેકન્ડ રીજનલ ગ્રિપ સમિટ ઓફ રાજકોટ રીજન' યોજાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પ્રાદેશિક નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, રાજકોટ વિભાગ દ્વારા તા.૦૬-૧૦-૨૦૨૬ના રાજકોટમાં ''સેકન્ડ રીજનલ ગ્રિપ સમિટ ઓફ રાજકોટ રીજન''નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરના ફેકલ્ટી સભ્યો દ્વારા દર્દી કેન્દ્રિત સારવાર, પરિવાર કાઉન્સેલિંગ, યોગ અને સ્વસ્થ જીવનશૈલી, તબીબી વિદ્યાર્થીઓની વ્યવહારુ તાલીમ તથા આધુનિક તબીબી સારવાર પદ્ધતિઓને લગતી વિવિધ શ્રેષ્ઠ અને નવીન પ્રેક્ટિસીસ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ડો. ધારા પી. ત્રિવેદી દ્વારા ''યોગ સેશન'' વિષય પર રજૂ કરવામાં આવેલી શ્રેષ્ઠ અને નવીન પ્રથાને આ પ્રાદેશિક સમિટમાં સમગ્ર રાજકોટ રીજનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.

આ ઉપરાંત સંસ્થાના ડો. અંકિત અધ્વર્યુ, ડો. મિત્સુ પી. વિઠ્ઠલાણી અને ડો. દેવલ વોરા દ્વારા પણ સંસ્થામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવતી વિવિધ નવીનતમ પ્રથાઓનું પ્રભાવશાળી પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ ઝળહળતી સિદ્ધિથી શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અને નવીન અભિગમોને પ્રાદેશિક સ્તરે વિશેષ ઓળખ અને સન્માન પ્રાપ્ત થયું છે, જે જાહેર આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓની સંભાળ તથા તબીબી શિક્ષણના સુદૃઢ સશક્તિકરણમાં અત્યંત મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh