| | |

જામનગરથી બે સ્પે.ટ્રેન દ્વારા બિહાર અને ઝારખંડના ૩૨૦૦થી વધુ શ્રમિકો રવાના

જામનગર તા. ૨૨ઃ બિહાર અને ઝારખંડથી ૩૨૦૦થી વધુ શ્રમિકોને લઈને ગઈકાલે વધુ બે સ્પે. ટ્રેનો રવાના થઈ છે.

જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે ગઈકાલે વધુ બે ટ્રેન રવાના થઈ હતી. પરપ્રાંતિય શ્રમિકોને સતત પશ્ચિમ રેલવેના સહયોગથી તેઓના વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં અનેક વિસ્તારમાં કામ કરતા અંદાજે ૩૨૦૦થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહીવટીતંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા આજે જામનગર રેલવે જંકશનથી બિહાર-અરરિયા અને ઝારખંડ-હટીયામાં વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા જામનગરથી આ ૧૩મી ટ્રેન મોકલવામાં આવી છે.

કલેક્ટર રવિશંકરે તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેક્ટર અને એસ.ડી.એમ. દ્વારા લોકોની સર્વે આવશ્યકતાઓ વિશે ચીવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડિકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યલ ડીસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમિકોને સમાવવામાં આવ્યા હતા.

જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફુડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડવોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ, બિસ્કિટ ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ અને ૧ આગળ તથા ૧ પાછળ એસ.એલ.આર.કોચ જોડવામાં આવેલ છે. રેલવે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનિટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલવેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રિના ભોજનની વ્યવસ્થા રેલવેતંત્ર દ્વારા આપવામાં આવશે. શ્રમિકોને સુરક્ષિત વતન પહોંચાડવા પોલીસ વિભાગ દ્વારા સતત ખડેપગે કામગીરી કરવામાં આવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit