| | |

દ્વારકાધિશના દર્શનની ટેવ પડી છે સરકાર પ્રતિબંધ ઉઠાવે

દ્વારકા તા. ૨૨ઃ યાત્રાધામ દ્વારકામાં સોશ્યલ મીડિયામાં એવા મેસેજ ફરતા થયા છે કે સરકારે તમાકુના વ્યસનીઓને રાહત આપીને પ્રતિબંધ ઉઠાવ્યો છે, દ્વારકાના નગરવાસીઓને પણ દર્શનની ટેવ છે. પૂજારી પરિવાર દરરોજ મંદિરમાં તમામ શણગાર-આરતીની પરંપરા નિભાવી રહ્યા છે, ત્યારે દ્વારકાવાસીઓનું દર્શનનું વ્યસન સંતોષવા સરકાર સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની શરતે પણ દર્શન કરવા જવાની છૂટ આપે. ભાવિકોમાં એવી માંગણી પણ ઉઠી રહી છે કે દરરોજ નિયત થયેલી ધ્વજા ચડાવાય છે, પણ ધ્વજારોહણ માટે યજમાનોને મંદિરમાં જવા દેવામાં આવતા નથી. તેથી કલેક્ટરે બે-ચાર વ્યક્તિ પૂરતી છૂટ આપવી જોઈએ. દ્વારકામાં ભગવાન દ્વારકાધિશના દર્શનનું એટલું મહત્ત્વ છે કે લોકડાઉનના સમયે પણ શયન સ્તુતિના સમયે લોકો બુટ-ચંપલ ઉતારીને જગતમંદિરની ધ્વજા સમક્ષ સ્તુતિ કરે છે. વર્ષોથી ચાલતી પરંપરાઓને ધ્યાને લઈને હવે કેટલીક છૂટછાટો જરૃરી હોવાનો લોકોનો અભિપ્રાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit