| | |

જામનગરથી કેટલાક શહેરો વચ્ચે શરૃ થઈ એસ.ટી. બસઃ મુસાફરોને રાહત

જામનગર તા. રરઃ રાજય વાહન વ્યવહાર નિગમ દ્વારા મર્યાદિત સ્વરૃપે બસ સેવાની શરૃઆત કરવામાં આવી છે. જેમાં વધારો કરવામાં આવ્યો અને આજે જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરની બસો દોડાવવામાં આવી રહી છે.

જામનગરના વિભાગીય એસ.ટી. નિયામક દ્વારા આજથી વધારાની એસ.ટી. બસ સેવા પણ શરૃ કરવામાં આવી છે. જેમાં જામનગરથી જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખંભાળીયા-જુનાગઢ, ખંભાળીયા-રાજકોટ અને ખંભાળીયા-મોરબીના રૃટની બસો દોડાવવામાં આવી રહી છે.રૂ આથી બે દિવસથી શરૃ થયેલી એસ.ટી. બસ સેવાનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે, અને લોકોનું જનજીવન ધીમેધીમે થાળે પડી રહ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit