| | |

બાવરીવાસમાં ગંજીપાના વડે જુગાર રમતા બે ઝડપાયા

જામનગર તા. ૨ઃ જામનગરના દિગ્જામ સર્કલ પાસે બાવરીવાસમાંથી ગઈકાલે પોલીસે બે શખ્સને ગંજીપાના કૂટતા પકડ્યા છે જ્યારે બે નાસી ગયા છે. જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા બાવરી વાસમાં ગઈકાલે બપોરે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી આમદ મુસા ઘાંચી, રમેશ ગીરધરલાલ કનખરા નામના બે શખ્સો ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતાં. પોલીસના દરોડા વેળાએ કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે રહેતો અશરફ અલ્લારખા સેતા તથા સુરજ કાનાભાઈ બાવરી નામના બે શખ્સો નાસી ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૮૫૮૦ રોકડા કબજે કરી ચારેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit