Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।. ૨૪.૧૫ કરોડના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર
જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ખર્ચ અને સૈદ્ધાંતિક સ્વીકાર ખર્ચ મળી કુલ રૂપિયા ૩૫.૪૦ કરોડના વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન ધિરેન મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ કેર, કમિશનર દિપેશ કેડિયા, નાયબ કમિશનર દેવન્દ્રસિંહ વાળા, આસી. કમિશનર અને સિટી ઈજનેર ભાવેશ જાની, આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મલ અને અગિયાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
સિવિલ સાઉથ ઝોન વોર્ડ નં. ૧પ) ના ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો, અન્ય વિસ્તારોમાં લોકભાગીદારીથી સીસી રોડ/સીસી બ્લોક માટે રૂ।. ૨૦૦ લાખ, સિવિલ વેસ્ટ, ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કના કામ માટે રૂ।. ૬.૭૬ લાખ, વોર્ડ નં. ૮, ૧પ, ૧૬ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેટેશન ઓફ ટ્રાફિક વર્કના કામ માટે રૂ।. ૬.૨૨ લાખ, જ્યારે વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર મા ટ્રાફિક વર્કના કામ માટે રૂ।. ૭ લાખ, વોર્ડ નં. ૧, ૬, ૭ મા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેટેશન ઓફ ગાર્ડના વર્કસના કામ માટે રૂ।. ૬.૯૦ લાખ, વોર્ડ નં. પ, ૯, ૧૩ અને ૧૪ મા ગાર્ડન વર્કસના કામ માટે રૂ।. ૬ લાખ, વોર્ડ નં. ૮, ૧પ અને ૧૬ માટે રૂ।. પાંચ લાખ, વોર્ડ નં. ૮, ૧પ, ૧૬ મા ગટરના કામ માટે રૂ।. ૧૫.૧૫ લાખ, વોર્ડ નં. ૧૦, ૧૧, ૧ર મા ગટરના કામ માટે રૂ।. ૧૬.૫૦ લાખ, વોર્ડ નં. પ, ૯, ૧૩ અને ૧૪ મા બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂ।. ૨૧ લાખ, વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર મા બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂ।. ૫.૩૦ લાખ, વોર્ડ નં. પ, ૯, ૧૩ અને ૧૪ મા મેટલ-મોરમ, સ્ટ્રીટ સપ્લાયના કામ માટે રૂ।. ૨૧.૫૨ લાખ, વોર્ડ નં. ૧૦, ૧૧, ૧ર મા કેનાલ, બ્રિજના કામ માટે રૂ।. ૭.૩૭ લાખ, વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧ર મા ભૂગર્ભ ગટરની સફાઈ, મશીનોની કોમ્પ્રીહેન્સીપ ઓપરેશન અને મેઈન્ટનન્સ કામગીરી માટે વાર્ષિક ખર્ચ અંગે રૂ।. ૨૪૧.૩૭ લાખ, તથા વોર્ડ નં. ૬, ૭, ૮ માટે રૂ।. ૧૩૧.૯૮ લાખ, વોર્ડ નં. ૧૩, ૧૪, ૧પ અને ૧૬ માટે રૂ।. ૨૨૦.૧૫ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
૧૦૦ લીટર કેપેસીટી જેટીંગ મશીન ઓન સુટેબલ ચેસીસ, ટેકનિકલ સ્પેશીફિકેશન મુજબ ડિઝાઈન, સપ્લાય, ૪ નંગનો ખર્ચ રૂ।. ૬૬.૧૦ લાખ, ખીજડિયા પમ્પ હાઉસ, જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, ઊંડ-૧, સસોઈ તથા આજી ૩ ડેમ ઉપર માનવ શક્તિ પૂરી પાડી ર૪ કલાક ઈલેક્ટ્રો મિકેનિકલ મશીનરીનંુ ઓપરેશન એન્ડ મેન્ટનન્સના કામ માટે રૂ।. ૫૫.૪૪ લાખ, ઝોન-ર મા જુદી જુદી ડીઆઈ પાઈપલાઈન માટે એક વર્ષના મજુરી કામ અંગે રૂ।. ૮૦.૪૧ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
ત્રણ યુસીએચસી માટે માઈક્રોસ્કોપ ખરીદી માટે રૂ।. ૨.૧૯ લાખનો ખર્ચ સ્વભંડોળમાંથી બુક કરવામાં આવ્યો હતો. અને ત્રણ ઓક્સિજન કોન્સનટ્રેકરની ખરીદી માટે રૂ।. ૩.૦૨ લાખનો ખર્ચ સ્વભંડોળ હેઠળ બુક કરાયું હતું. મોરકંડા ગામ તરફના નાગમતિ નદી પરના હયાત કોઝવે બે ને ડિમોલીશન કરી ફોર લેન, રીવર બ્રિજ બનાવવા ની સૌદ્ધાંતિક મંજુરી આપવાની દરખાસ્ત અંગે રૂ।. ૨૪૧૫ લાખના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
પીએન માર્ગથી કસ્તુરબા વિકાસ ગૃહથી નવાગામ ઘેડવાળા ડીપી રોડને જોડતા ૧૮ મીટર પહોળા ડીપી રોડને સૈદ્ધાંતિક મંજુરી આપ્યાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ખાનગી ટ્રાવેલ્સ તથા ખાનગી કંપનીની બસો મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં પાર્કિંગ અને સૈદ્ધાંતિક મંજૃરી અંગેની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આમ આજની બેઠકમાં રૂ।. ૨૪.૧૫ કરોડના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર તેમજ ૧૧.૨૫ કરોડના ખર્ચની દરખાસ્તો મળી કુલ રૂ।. ૩૫.૪૦ કરોડના કામો મંજુર થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial