Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનનો પારો અડધા ડિગ્રીથી વધુ ઊંચકાયો
જામનગર તા. ૫: જામનગરમાં હાલ ઠંડી અને ગરમી ભરી બેવડી ઋતુનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો અડધા ડિગ્રીથી વધુ ઊંચકાઈને ૩૪.૬ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
જામનગરમાં ગુરૂવારે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમ્યાન અડધા ડિગ્રીથી વધુ ઊંચકાઈને મહત્તમ તાપમાનનો પારો ૩૪.૬ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે એક ડિગ્રીના ઘટાડા સાથે લધુતમ તાપમાન ૧૯.૨ ડિગ્રી નોંધાયું હતું. દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે આકરો તાપ અને રાતથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડી પડી રહી છે. આમ, પ્રજાજનો એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૫૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૫ થી ૧૦ કિ.મી. ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial