ગુજરાતમાં ખોટા પ્રમાણપત્રોના આધારે ૧૦ હજાર કર્મચારીઓની ભરતીઃ કોંગ્રેસ

અમદાવાદ તા. ૧૪ઃ કોંગ્રેસે ગુજરાતમાં ખોટા પ્રમાણપત્રો અને માર્કશીટના આધારે ૧૦ હજાર જગ્યાઓ પર વિવિધ વિભાગોમાં કર્મચારીઓની ભરતી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પશુધન નિરીક્ષક વર્ગ-૩, ગ્રામ સેવક, કૃષિ યુનિવર્સિટીની ભરતીમાં ૧૦ હજાર જગ્યા ખોટી માર્કશીટ અને ખોટા પ્રમાણપત્રોના આધારે ભરાઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ કર્યો હતો.

તેમણે આક્ષેપ કર્યો કે, કૌભાંડથી સરકાર વાકેફ છે. ભાજપના જ એક યુવા નેતા દ્વારા સમગ્ર કૌભાંડ ચલાવાતું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજય બહારની યુનિવર્સિટીના પ્રમાણપત્રોનો રૃા. ૪૦ હજારથી એક લાખ સુધીની કિંમતમાં વેપાર ચાલે છે. આવા સંજોગોમાં આરોગ્ય વિભાગને સમગ્ર બાબતથી વાકેફ થતાં ર૦૧ર થી ર૦૧૮ સુધી ફિમેલ હેલ્થ વર્કરની ૩૮ર૮ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ર૩૩૦ ખાલી જગ્યા ભરાઈ હતી. આ ભરતીમાં બોગસ માર્કશીટ, પ્રમાણપત્રો આપ્યા પછી નોકરી મેળવનારની તપાસ પણ કરાઈ હતી.

મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જામનગરમાં ર૦૧૭ માં, દાહોદમાં ર૦૧૮ માં, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહિસાગરમાં ભરતી બોગસ સર્ટિફિકેટના આધારે થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો છે. તેમણે કહ્યું કે, એલઆરડી, એમપીએચડબલ્યુ, વિદ્યા સહાયક, નર્સિંગ, તલાટી, સચિવાલય કલાર્ક, પશુધન નિરીક્ષક અંગે સરકાર સમક્ષ વિસ્તૃત ફરિયાદ છતાં કોઈ પગલાં ભરાતાં નથી.

રાજસ્થાનની ઓપીજે યુનિવર્સિટી સહિત બે યુનિવર્સિટી, તામિલનાડુની વિનાયક મિશન યુનિવર્સિટી ઉપરાંત હિમાચલની એક યુનિવર્સિટી અમાન્ય હોવા છતાં તેના આધારે નોકરી આપવામાં આવી છે. આ યુનિવર્સિટીઓ યુજીસી માન્ય નથી. આમ છતાં તેના પ્રમાણપત્રને માન્ય ગણવામાં આવ્યાં છે, તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે, સરકાર પાસે ખોટા સર્ટિ, ખોટી માર્કશીટો અને અમાન્ય ડીગ્રીઓની સંપૂર્ણ વિગતો હોવા છતાં પગલાં ભરવાને બદલે કૌભાંડીઓને બચાવવા માટે આંખ આડા કાન કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટે જે સંસ્થાઓને અમાન્ય ઠેરવી છે તેની સામે રાજ્ય સરકાર કેમ પગલાં ભરતી નથી...? રાજય બહારની અનેક યુનિવર્સિટીના પ્રમાણપત્રો ૪૦ હજારથી એક લાખમાં ખૂલ્લેઆમ વેપાર ચાલી રહ્યાં છે. આરોગ્ય વિભાગમાં જિલ્લા પંચાયતમાં વર્ષ-ર૦૧ર થી ર૦૧૮ સુધી ફિમેલ હેલ્થવર્કરની ૩,૮ર૮ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ર૩૩૦ ખાલી જગ્યા ભરાઈ હતી. જેમાં મોટા પાયે બોગસ ડીગ્રી સર્ટિના આધારે લાખોનું કૌભાંડ કરીને ૩૩ જિલ્લામાં વ્યાપક કૌભાંડ આચરાયું છે, સરકાર પાસે આના પુરાવા હોવા છતાં પગલાં ભરતી નથી. તપાસ અહેવાલ હોવા છતાં સરકાર પગલાં ભરતી નથી. પશુધન નિરીક્ષક વર્ગ-૩ ભરતીમાં પણ બોગસ ડિગ્રી આધારે ભાજપ સરકારે પોતાના મળતિયાઓને ગોઠણ કરી રહ્યાં હોવાના પુરાવા છે.

આમ મહેનત કરનારા યુવાઓ નોકરીથી વંચિત રહે તે રીતે કાર્યવાહી થઈ રહી છે. મલ્ટીપર્પઝ હેલ્થવર્કરની ભરતીમાં જામનગરમાં માર્ચ-ર૦૧૭ માં દાહોદમાં ડિસેમ્બર-ર૦૧૮, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, કચ્છ - રાજકોટ, મોરબી વિગેરેમાં બોગસ ડિગ્રીથી ભરતી કૌભાંડ થયું છે, રાજસ્થાનની બે, તામિલનાડુ, હિમાચલની એક-એક યુનિ. યુજીસી માન્ય નથી, ભાજપ સાથે સંકળાયેલા યુવા નેતા વડોદરા, વિદ્યાનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં બોગસ માર્કશીટ જાતિના દાખલાઓનો વેપાર કરે છે. એમપીએચડબલ્યુમાં ડિપ્લોમા કોર્સ તામિલનાડુની વિનાયક મિશન યુનિવર્સિટી અને રાજસ્થાનની ઓપીજે યુનિવર્સિટી સહિત આવી ૬ સંસ્થાઓ બોગસ ડિગ્રીઓનો વેપાર કરે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit